ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં વ્યસ્તાને લીધે સોમવારે મુખ્યમંત્રી જાહેર જનતાને મળી શકશે નહી
1 મે ના રોજ ગુજરાતના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે તેને લઇને જામનગરનું સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. રાજ્ય કક્ષાની ઉજવણીમાં જામનગર ખાતે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખાસ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવાર તા. 1 મે ના ગુજરાત ગૌરવ દિવસની જામનગર ખાતે થનારી રાજ્ય કક્ષાની ઉજવણી માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સહભાગી થશે. મુખ્યમંત્રી તેમના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ને કારણે સોમવાર 1 મે ના દિવસે નાગરિકો, મુલાકાતીઓ કે જાહેર જનતાને ગાંધીનગર મુખ્ય મંત્રી કાર્યાલય ખાતે મળી શકશે નહિ.












Click it and Unblock the Notifications
