For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લવ જેહાદ કાયદો 15 જૂનથી લાગૂ, આવા છે પ્રાવધાન

ગુજરાતમાં લવ જેહાદ કાયદો 15 જૂનથી લાગૂ, આવા છે પ્રાવધાન

|
Google Oneindia Gujarati News

લવ જેહાદ અને જબરદસ્તી ધર્માંતરણ જેવા મામલાઓ પર નિયંત્રણ હેતુ ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સંશોધન) અધિનિયમ-2021 આ મહિને લાગૂ થઈ જશે. રાજ્ય સરકાર તરફથી આ વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. સંશોધિત કાનૂન ગુજરાતમાં 15 જૂનથી અમલમાં આવી જશે. જે અનુસાર હવે ગુજરાતમાં માત્ર ધર્મ-પરિવર્તનના ઉદ્દેશ્યથી કરવામાં આવેલ લગ્ન અથવા લગ્નના ઉદ્દેશ્યથી કરવામાં આવેલ ધર્મ-પરિવર્તન વાળા વિવાહને ફેમિલી કોર્ટ અને ક્ષેત્રની અદાલત તરફથી રદ્દ કરી દેવામાં આવશે.

Gujarat Freedom of Religion (Amendment) Act, 2021

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ કાયદા મંત્રી જાડેજા સહિત ભાજપના નેતા લાંબા સમયથી આ કાયદાની વકાલત કરતા રહ્યા છે. આ કારણે જ આ વર્ષે વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સંશોધન) અધિનિયમ 2021 પાસ કરવામાં આવ્યો. આ કાનૂનમાં કેટલાંક એવા કઠોર પ્રાવધાન છે, જેના કારણે દોષી સાબિત થયેલ વ્યક્તિને આકરામાં આકરી સજા આપવામાં આવશે. એટલે કે કોઈપણ વ્યક્તિ કપટ કરીને, જબરદસ્તી કે ધમકાવીને વિવાહ કરવા માટે ધર્મ પરિવર્તન નહી કરાવી શકે. આવા મામલામાં આરોપીએ ખુદ નિર્દોષ હોવાનું પ્રમાણ આપવું પડશે. તેણે અદાલતમાં સાબિત કરવું પડશે.

એટલું જ નહિ, નવા કાયદા અંતર્ગત હવે જબરદસ્તી ધર્મ-પરિવર્તન કરાવનારા અને તેમાં મદદરૂપ થનાર તમામ લોકો પણ એક સમાન દોષી માનવામાં આવશે. આવા મામલામાં 3થી લઈ 5 વર્ષ સુધીની કેદ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. નાબાલિક, એસસી, એસટી વ્યક્તિના સંબંધમાં 4થી 7 વર્ષ સુધી કેદ અને 3 લાખ દંડની જોગવાઈ છે.

સરકારનું કહેવું છે કે કોઈપમ નારાજ વ્યક્તિ, કે જેનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યો હોય, તેના માતા-પિતા અને તેના સંબંધીઓ, વિવાહ અને દત્તકની પ્રક્રિયા સાથે જોડાયેલ વ્યક્તિ આવા નિયમ વિરુદ્ધ કરાવવામાં આવેલ ધર્મ પરિવર્તન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકશે. આ મામલામાં પકડાયેલા આરોપીઓને જામીન પણ નહી મળે.

ખાસ વાત એ છે કે આવા મામલાની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેના ઉપરી અધિકારી જ કરશે. આ ઉપરાંત નિયમ વિરુદ્ધ ધર્મ-પરિવર્તન કરાવતી સંસ્થાઓની માન્યતા પણ રદ્દ કરી દેવાશે. સંસ્થાના જવાબદાર વ્યક્તિને 3થી લઈ 10 વર્ષ સુધીની જેલ થશે અને 5 લાખ સુધીનો દંડ ફટકારાશે.

English summary
Gujarat Freedom of Religion (Amendment) Act, 2021 to come in force from 15th june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X