ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ CMને સોંપાયો, જાણો વધુ વિગત
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતાવાળા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)નો છઠ્ઠો અહેવાલ રજૂ, યુવાનોને રોજગારની ઝડપી તકો આપવા પર ભાર, 9થી 12 મહિનામાં ભરતી પૂરી કરવા, CET અને સંપૂર્ણ ડિજિટલ વેરિફિકેશન લાગુ કરવાની ભલામણ.

PM નરેન્દ્ર મોદીના 'વિકસિત રાષ્ટ્ર - વિકસિત રાજ્ય'ના વિચારને સાકાર કરવાના અભિગમ સાથે, CM ભૂપેન્દ્ર પટેલને આજે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)નો છઠ્ઠો ભલામણ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. GARCના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયા (મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર)એ ગાંધીનગરમાં CMને આ અહેવાલ સોંપ્યો હતો.
આ અહેવાલનો મુખ્ય ઉદ્દેશ્ય ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાનોને યોગ્ય તકો અને રોજગારના અવસરો આપીને તેમની શક્તિને વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડવાનો છે.
છઠ્ઠા અહેવાલની 9 મુખ્ય ભલામણો
GARC દ્વારા આપવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યની ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવા માટે કુલ નવ મહત્ત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે.
1. ભરતી પ્રક્રિયાની ટાઇમલાઇન
ત્રણ સ્ટેજની ભરતી 9 થી 12 મહિનામાં, અને બે સ્ટેજની ભરતી 6 થી 9 મહિનામાં પૂરી કરવી.
2. સંયુક્ત ભરતી અને CET
સમાન લાયકાત ધરાવતી કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ અને વિષયવાર મેઈન્સ પરીક્ષા (CET) યોજીને વહીવટી ખર્ચ ઘટાડવો.
3. નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો
દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરવી અને નિયમોને ઝડપી આખરી કરવા માટે કેન્દ્રીય સેલની રચના કરવી.
4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન
હાલની મેન્યુઅલ પ્રક્રિયાને બદલે API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રી દ્વારા ડિજિટલ વેરિફિકેશન (IASS) લાગુ કરવું.
5. કેન્ડિડેટ ફ્રેન્ડલી ડેશબોર્ડ
અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રેક કરવા માટે ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડિજિટલ ડેશબોર્ડ બનાવવું.
6. સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો
એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા સ્ટેકહોલ્ડર્સ વચ્ચે માહિતીની આપ-લે કરવી, જેથી ઉમેદવારોએ વારંવાર દસ્તાવેજો રજૂ ન કરવા પડે.
7. ભરતી એજન્સીઓની ક્ષમતા અને પુનર્ગઠન
આરોગ્ય વિભાગ માટે નવું મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB) રચવું, તથા GSSSB, GPSSB, GPRBને GPSC સમકક્ષ સ્વાયત્તતા આપવી.
8. કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ
રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ Computer-Based (CBT) લેવી અને દેખરેખ માટે દરેક એજન્સીમાં અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU) સ્થાપવું.
9. 10 વર્ષનું ભરતી કેલેન્ડર
અગત્યની ઇમરજન્સી અને ક્રિટિકલ કેડરની ઓળખ કરીને ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવું.
વહીવટી ક્ષમતામાં આવશે ગતિ
GARC દ્વારા સૂચવેલી આ ભલામણો અમલમાં મુકાયા બાદ ભરતી પ્રક્રિયા એક વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે છે. જેનાથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરાશે, યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારની તક મળશે, અને સરકારની વહીવટી ક્ષમતા તેમજ જાહેર સેવા પ્રદાન કરવાની ગતિમાં નોંધપાત્ર સુધારો થશે.












Click it and Unblock the Notifications
