ડિસેમ્બરમાં થઇ શકે છે ગુજરાતમાં ચૂંટણી: અમિત શાહ

Written By:
Subscribe to Oneindia News

રવિવારના રોજ આણંદના કરસમદ ખાતેથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થઇ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની આ ગૌરવ યાત્રા સોમવારે છોટા ઉદેપુરના સાંખેડાથી પ્રસ્થાન કરશે અને સાંજે દાહોદ પહોંચશે. તો બીજી બાજુ, 2 ઓક્ટોબરને સોમવારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આગેવાનીમાં બીજા તબક્કાની યાત્રાનો આરંભ થયો હતો. આ યાત્રા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી શરૂ કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના હસ્તે આરંભાયેલી આ યાત્રા સોમવારે સાંજ સુધીમાં પોરબંદરથી રાજકોટના મોટાદડવા સુધીની 188 કિમીની યાત્રામાં 6 વિધાનસભા બેઠકો આવરી લેશે.

amit shah at porbandar

ડિસેમ્બરમાં થઇ શકે છે ચૂંટણી: અમિત શાહ

અહીં વિશાળ જનમેદનીને સંબોધતા અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તથા આવનાર વિધાનસભાની ચૂંટણીના એંધાણ પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ તરફથી હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી, એવામાં અમિત શાહે ડિસેમ્બરમાં ચૂંટણી થવાની શક્યતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ચૂંટણી પંચ ઓક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. નોંધનીય છે કે, વિધાનસભા સત્ર 22 જાન્યુઆરી, 2018ના રોજ પૂર્ણ થાય છે.

amit shah at porbandar

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરતાં અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયામાં જ્યાં જાય છે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થાય છે. આ ગુજરાતની જનતાનું સ્વાગત છે, એનું અમને ગૌરવ છે. દેશને ગુજરાત પ્રત્યે ગૌરવ છે કે, ગુજરાતે આ દેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન આપ્યા છે. કોંગ્રેસની પહેલી પેઢી નેહરુએ સરદાર સાહેબને અન્યાય કર્યો, કોંગ્રેસની બીજી પેઢી ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઇને અન્યાય કર્યો, નેહરુ-ગાંધીની કોંગ્રેસે ગુજરાત અને નરેન્દ્રભાઇ મોદીને અન્યાય કર્યો છે. ગુજરાતની જનતા કોંગ્રેસ પાસે તેનો હિસાબ માંગે છે. ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે. ગુજરાતનો વિકાસ રાહુલને નહીં દેખાય, કારણ કે તેની આંખે ઇટાલિયન ચશ્મા છે. કોંગ્રેસે 3 પેઢીથી ગુજરાતનો વિરોધ કર્યો અને હવે ગુજરાતની જનતાના મત લેવા નીકળ્યા છે.

English summary
Jitu Vaghani led Gaujarat Gaurav Yatra Phase 2 started from Porbandar in the presence of BJP President Amit Shah.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.