જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ ગુજરાતને મળ્યા બે ‘પ્રધાનમંત્રી એવોર્ડ’, ભુપેન્દ્ર પટેલે માન્યો આભાર

ગુજરાતને વિવિધ ક્ષેત્રે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ આજે ૨૧મી એપ્રિલ "સિવિલ સર્વિસીસ ડે" નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બે પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં આવેલ વિજ્ઞાન ભવન ખાતે ગુજરાત વતી આ પુરસ્કાર આરોગ્ય કમિશનર સુશ્રી શાહમીના હુસૈન તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન એમ. દ્વારા સ્વીકારવામા આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાતને વિવિધ ક્ષેત્રે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ વડાપ્રધાનશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર વતી વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Gujarat

નાગરિક કેન્દ્રિત કૉમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટે ગુજરાતમાં ઇનોવેટિવ એપ્રોચના પરિણામે વર્ષ ૨૦૧૯માં 'State Organ & Tissue Transplant Organization-SOTTOની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગુજરાત રાજ્ય કેડેવર ઑર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી આગળ છે, તેમજ SOTTO સાથે ગુજરાત આ ક્ષેત્રે પોતાની પ્રતિબદ્ધતા દાખવીને સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.

આ બધુ નવી નીતિઓ, સુશાસન, સર્વસમાવેશક અભિગમ થકી શક્ય થયું છે. રાજ્યનો ગરીબ અને વંચિત વર્ગ પણ અંગદાન અને અંગ પ્રત્યારોપણ સેવા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા દાખવી છે. આ વિશેષ પહેલના પરિણામે જ SOTTOને વડાપ્રધાનશ્રીના હસ્તે "ઇનોવેશન સ્ટેટ" કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અંગ પ્રત્યારોપણ દ્વારા વધુમાં વધુ જીવન બચાવવા માટે લાઇવથી કૅડેવર ટ્રાન્સપ્લાન્ટ તરફ શિફ્ટ કરવાની જરૂર છે. ગુજરાતે SOTTOની સ્થાપના સાથે આ જરૂરિયાત સમજી છે અને અંગ પ્રત્યર્પણ માટે નમૂનારૂપ ફેરફારો કર્યા છે. જોકે નેશનલ લાઇવ : કૅડેવર ટ્રાન્સપ્લાન્ટ રેશિયો (2019-2023) લગભગ 5.5:1 છે.

ગુજરાતમાં લગભગ 2.5:1 અને જાહેર ક્ષેત્રે ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં 1.5:1 છે. ટ્રાન્સપ્લાન્ટ તથા રિટ્રીવલ માટે 100થી વધુ રજિસ્ટ્રેશન સેંટરના નેટવર્ક વચ્ચે, જાહેર ક્ષેત્રની હૉસ્પિટલો તમામ કૅડેવર ટ્રાન્સપ્લાન્ટના 68% તથા સાથે જ 42% ઑર્ગન રિટ્રીવલમાં ફાળો આપી આ મિશનમાં પોતાનો ફાળો આપે છે.

ગુજરાતને બીજું પુરસ્કાર પીએમ દ્વારા મહેસાણા જિલ્લાની તમામ 994 પ્રાથમિક શાળાઓમાં PATHA-(Problem Identification, Assessment & Diagnosis, Teacher Training , Hand Holding in Remedies, Assessment of Impact) હેઠળ ફાઉન્ડેશન લિટરેસી એન્ડ ન્યુમરેસી (FLN) માટે કરવામાં આવેલ પહેલ બદલ આપવામાં આવ્યું. આ પુરસ્કાર મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી નાગરાજન એમ. દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ નક્કી કરવા માટે એક મજબૂત માળખું તેમજ પ્રણાલી બનાવવામાં રાજ્યના પ્રયાસોનું પ્રમાણ છે કે છેવાડાના જરૂરિયાતમંદ નાગરિકોની પણ જીવનરક્ષક અંગ પ્રત્યર્પણ તથા સારસંભાળ માટે સરખી પહોંચ છે, પ્રજા પાસે અંગ પ્રત્યર્પણ માટે અત્યાધુનિક, એનએબીએચ-માન્યતા પ્રાપ્ત સુવિધાઓ છે.

ક્ષેત્ર: IKDRC અને UNMICRC જાહેર ક્ષેત્રની હૉસ્પિટલોમાં ખાનગી ક્ષેત્ર કરતા એક તૃત્યાંશ ઓછા ખર્ચે પ્રત્યર્પણ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. એમ્સ દિલ્હી સિવાય, જાહેર ક્ષેત્રે ગુજરાત હૃદય પ્રત્યર્પણ કરનાર એકમાત્ર રાજ્ય છે.

સરકાર દ્વારા ઉદાર તેમજ વિના શરતે સમર્થન આ સેવાઓની એફોર્ડેબિલિટી નક્કી કરવામાં મદદ કરે છે કે જે ગરીબો માટે લગભગ વિનામૂલ્યે છે. અંગ પ્રત્યર્પણ, PMJAY-MA પૅકેજમાં શામેલ છે અને 1194થી વધુ પ્રત્યર્પણ કરવામાં આવ્યા છે. RBSK-સ્કૂલ હેલ્થ હેઠળ તમામ બાળકો (250થી વધુ બાળકોનું સંપૂર્ણપણે વિનામૂલ્યે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

વધારાનો ખર્ચ પણ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/LIG યોજના PM/CM રિલીફ ફંડની સાથે-સાથે CSR સપોર્ટ તથા દાનના માધ્યમથી ભોગવવામાં આવે છે.

ગુજરાત સરકારે વર્ષ 2015માં ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ (GUTS)ની સ્થાપના કરી છે કે જે ટ્રાન્સપ્લાન્ટેશન તેમજ સંબંધિત વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે. ઑર્ગન રિટ્રીવલ તથા ટ્રાન્સપ્લાન્ટેશન સાથે સંકળાયેલ વિવિધ અભ્યાસક્રમો દ્વારા; જરૂરી સ્કિલ સાથે મેડિકલ અને પૅરામેડિકલ HR ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

તેના કારણે IKDRC સુપર સ્પેશિયલિટી અભ્યાસક્રમો માટે સૌથી વધુ માંગ ધરાવતું કેન્દ્રમાંનું એક બન્યું છે. અંગદાનમાં વધારાના માધ્યમથી જ કૅડેવર પ્રત્યારોપણની સફળતા સુનિશ્ચિત કરી શકાય છે.

હકારાત્મક મીડિયા કવરેજ અંગદાતાઓની ચૅરિટી તેમજ જાહેર ક્ષેત્રની હૉસ્પિટલમાં થઈ રહેલા સારા કામો વિશે વિશ્વને જાગૃત કરે છે કે જેણે લોકોને અંગદાન કરવા માટે પ્રેર્યા છે અને જાહેર ક્ષેત્રની હૉસ્પિટોલમાં તેમનો વિશ્વાસ વધાર્યો છે.

જાહેર ધિરાણ દ્વારા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા, જાહેર ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું અને અંગદાતાઓને સન્માનિત કરવાના કારણે ગુજરાત પબ્લિક સેક્ટર ટ્રાન્સપ્લાન્ટેશમાં અગ્રેસર રહ્યું છે.

PATHA પ્રોજેક્ટ હેઠળ મહેસાણા જિલ્લાની તમામ 994 સરકારી પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલી પહેલ પણ નોંધનીય હતી. આ પ્રોજેક્ટે માત્ર નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓની એફએલએન સ્કિલમાં જ સુધારો જ નથી કર્યો, પણ તુલનાત્મક રીતે વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ 40%થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા (ડિસેમ્બર 2021 માં 1,02,328થી ડિસેમ્બર 2022માં 1,07,640 સુધી) છે.

આ પ્રોજેક્ટે વિદ્યાર્થીઓની એફએનએલ સ્કિલ સુધારમાં પણ મદદ કરી. સરેરાશ તથા સારા વિદ્યાર્થીઓએ શીખતા પરિણામ 80%થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિઓની સંખ્યા ડિસેમ્બર 2021માં 53,199 થી વધી ડિસેમ્બર 2022માં 58,434 થઈ છે.

આ પ્રોજેક્ટનો હેતુ સરકારી શાળાઓ પ્રત્યે વધુ હકારાત્મક ભાવ કેળવવાનો છે. સરકારી શાળાઓના વિદ્યાર્થિઓ અને શિક્ષક એટલા જ સારા અને સક્ષમ છે કે, સતત તાલીમની મદદથી ખૂબ જ સારી રીતે વિચારેલી અને આયોજિત કરાયેલી યોજનાઓથી અભૂતપૂર્વ પરિણામ લાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X