ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી લોન્ચ કરાઈ, કર્મચારીઓને થશે મોટા લાભ
Gujarat Global Capability Center Policy: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી 2025-30નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચિંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર તથા આમંત્રીત ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન ના પદચિહ્નો પર ચાલતાં વર્તમાન સરકારે પણ પાછલા ૩ વર્ષોમાં સેમીકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, IT અને ITeS પોલિસી, ટેક્ષટાઇલ પોલિસી, રીન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેક્નોલોજી પોલિસી જેવી ઈમર્જીંગ સેક્ટર્સની અનેક પોલિસીઝ જાહેર કરી છે.

રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે 2025થી 30ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની તેમણે જાહેરાત કરી હતી.
આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રિએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. આ પોલિસીને પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે, તેમ પણ તેમણે જણાવ્યું હતુ.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સ ને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, શરૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs હવે સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેકનોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને R&D જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત કુશળ માનવ સંસાધન અને પ્રગતિશીલ નીતિ માળખા સાથે, GCC ઇકોસિસ્ટમમાં ગ્લોબલ લિડર તરીકે સ્થાપિત થયું છે.
ગુજરાત પણ વડાપ્રધાનના દિશાદર્શનમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝ અને કુશળ માનવબળની ઉપલબ્ધતા સાથે મજબૂત વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
એટલું જ નહીં, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગિફ્ટ સિટી અને ઇનોવેશન ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ગુજરાતને ઈમ્પોર્ટન્ટ પ્લેયર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યા છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
આ ગુજરાત ગ્લોબલ કેપેબીલીટિ સેન્ટર પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગુજરાતને GCCs માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે, તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં દેશમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતની આ GCC પોલિસી પણ વડાપ્રધાન ના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ 2047ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
Watch: CM Bhupendra Patel launches Gujarat Global Capability Center (GCC) Policy at Gandhinagar pic.twitter.com/5Z7aOTWUDj
— IANS (@ians_india) February 11, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે:
પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા GCC યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓ ઉભી થશે.
GCC પોલિસીને પરિણામે રાજ્યમાં રૂપિયા 10,000 કરોડથી વધુનું રોકાણ પણ થશે.
પોલિસી રૂપિયા 250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂપિયા 50 કરોડ સુધીની અને રૂપિયા 250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂપિયા 200 કરોડ સુધીની CAPEX સહાય પૂરી પાડશે.
પોલિસી રૂપિયા 250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂપિયા 20 કરોડ સુધીની અને રૂપિયા 250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂપિયા 40 કરોડ સુધીની OPEX સહાય પૂરી પાડશે.
GCC પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે, જેમાં નવા સ્થાનિક કર્મચારીઓને ભરતી કરીને તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વખતની સહાય આપવામાં આવશે, તે એક મહિનાના CTCના 50 ટકા જેટલી હશે. તેમાં પુરુષ કર્મચારીઓ માટે રૂપિયા 50,000 અને મહિલા કર્મચારીઓ માટે રૂપિયા 60,000 સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્પેશિયલ ઇન્સેટિવ પોલિસી હેઠળ,ટર્મ લોન પર 7 ટકા વ્યાજ સબસીડીરૂપે સહાય આપવામાં આવશે જે મહત્તમ રૂપિયા 1 કરોડની મર્યાદામાં રહેશે.
આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના, કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયરના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે, જેમાં મહિલા કર્મચારીઓ માટે 100 ટકા અને પુરુષ કર્મચારીઓ માટે 75 ટકા સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારને ચૂકવવામાં આવેલ ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે.
GCC પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કીંગ પ્રોફેશનલ્સના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે, જેમાં વર્કીંગ પ્રોફેશનલ્સ માટે અભ્યાસક્રમ ફીના 50 ટકા સુધી અને અંડરગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ફીના 75 ટકા સુધીના પોલિસી ઈન્સેન્ટીવ્સનો સમાવેશ થાય છે.
એલિજીબલ યુનિટ્સને ક્વોલિટી સર્ટિફિકેશન માટે સહાય મળશે, જેમાં રૂપિયા10 લાખની મર્યાદામાં ક્વોલિટી સર્ટિફિકેશન ફીના 80 ટકા સુધીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
આ પોલિસી લોન્ચિંગ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મતી મોના ખંધારે પોલિસી અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ગુજરાતમાં યુવાનો માટે વૈશ્વિક કક્ષાની હાઈ-વેલ્યુ જોબના નવા અવસરો અને સ્કીલ ડેવલપમેન્ટ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વનો બની રહેશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 11, 2025
ગાંધીનગરના GIFT સિટી ખાતે 'ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (2025-30)' નું લોન્ચીંગ કર્યુ.
આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય,… pic.twitter.com/KtQh2NDXrt
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
