For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોધરામાં હિન્દુ સમિતિના ગરબા આયોજનોમાં મુસ્લિમોને ગરબા રમવા પર પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

ગોધરા, 15 સપ્ટેમ્બર : ગુજરાતના શહેર ગોધરામાં હિન્‍દુ અસ્‍મિતા હિત રક્ષક સિમિતના કાર્યકરોએ ગરબા આયોજકો સાથે શુક્રવારે મિટિંગ યોજી બે મહત્વના નિર્ણયો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે.

આ નિર્ણયોમાં આ વર્ષે મુસલમાનોને ગરબા ગ્રાઉન્‍ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બીજા નિર્ણય અનુસાર નવરાત્રિ આયોજન માટે મુસ્લિમોનો પાસેથી ડોનેશન લેવામાં આવશે નહીં.

garba-2

નોંધનીય છે કે ઘણા સમયથી ગોધરા શહેરમાં સોશિયલ મિડીયા મારફતે હિન્‍દુ અસ્‍મિતા હિત રક્ષક સિમિત દ્વારા મુસ્‍લિમ યુવાનોને નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્‍ડમાં પ્રવેશ ન આપવા માટેની પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ તાજેતરમાં મધ્‍ય પ્રદેશ ભાજપની મહિલા વિંગ દ્વારા મુસ્લિમોને ગરબા ગ્રાઉન્‍ડમાં પ્રવેશ નહીં આપવા અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. આ મુદ્દો હવે ગોધરામાં યોજાનાર ગરબા મહોત્‍સવ માટે પણ આગળ કરવામાં આવ્યો છે. જેના આધારે શુક્રવારે ગોધરાના સૌથી મોટા એવા આધ્‍યશક્‍તિ તથા મા શક્‍તિ ગરબાના આયોજકો સાથે હિન્‍દુ અસ્‍મિતા હિત રક્ષક સિમિત દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી.

બેઠકમાં હિન્‍દુ અસ્‍મિતા હિત રક્ષક સમિતીના જૈમિન શાહ સહિતના કાર્યકર્તાઓએ કરેલી પ્રસ્‍તાવનાનો ગોધરાના બે સૌથી મોટા ગરબા ગ્રાઉન્‍ડના આયોજકો દ્વારા પણ મુસ્લિમોને ગરવા રમવા પ્રવેશ નહીં આપવાના સૂચનનો સ્વીકાર કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત પાસેથી ડોનેશન પણ લેવાશે નહીં તેમજ પાસ પણ આપવા નહીં જેવી ચર્ચા મિટિંગમાં કરાઇ હતી. આયોજકો મેદાનમાં પણ નજર રાખશે.

English summary
Gujarat : Godhra Hindu Council decided to ban Muslim to play Garba.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X