Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દારૂ પીને મોબાઈલ વાપરતા કે ગાડી ચલાવતા પકડાયા તો લાઈસન્સ રદ થશે

ગુજરાતમાં ડ્રાઈવિંગ કરવા દરમિયાન મોબાઈલ ફોન પર વાત કરતા ડ્રાઈવરના લાઈસન્સ જપ્ત કરીને રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ડ્રાઈવિંગ કરવા દરમિયાન મોબાઈલ ફોન પર વાત કરતા ડ્રાઈવરના લાઈસન્સ જપ્ત કરીને રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ હવે ગૃહ વિભાગે દારૂ પીને વાહન ચલાવતા લોકોના લાઈસન્સ રદ કરવાનો પણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં માર્ગ અકસ્માત અટકાવવા માટે ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગના નિયમ મુજબ આરોપીઓને દંડ કરવામાં આવતો હતો. લોકોને ડરાવે તેવું ડ્રાઈવિગં કરીને કે પછી હેલ્મેટ અથવા સીટ બેલ્ટ વગર ગાડી ચલાવતા લોકો પર એક્શન લેવામાં આવતા હતા. વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ કરનાર અને દારૂ પીને ડ્રાઈવિંગ કરવાને કારણે માર્ગ અકસ્માત થાય છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને આરટીઓ અધિકારી અને ટ્રાફિક પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ પણ ભૂલ કરે તો લાઈસન્સ જપ્ત કરીને તેને રદ કરવાના પગલા લેવામાં આવે.

ઈ મેમો નહીં ભરો તો ત્રણ ગણો દંડ

ઈ મેમો નહીં ભરો તો ત્રણ ગણો દંડ

સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, અને આરટીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન અટકાવાયેલું ટ્રાફિક અભિયાન રાજ્યભરમાં ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઈ મેમોની સાથે રોડ પર ઉભા રહીને પણ દંડ ફટકારવામાં આવશે. સરકારે ટ્રાફિક પોલીસમાંથી ભ્રષ્ટાચાર દરૂ કરવા માટે ઈ મેમોની શરૂઆત કરી છે. ઈ મેમોને નહીં માનનારા વાહન ચાલકો પર ત્રણ ગણો દંડ ફટકારવામાં આવશે.

આવા લોકો ક્યારેય નહીં ચલાવી શકે વાહન

આવા લોકો ક્યારેય નહીં ચલાવી શકે વાહન

જો કોઈ બાઈકચાલક ઈ મેમોનો દંડ નહીં ચૂકવે તો પોલીસ ઘરે જઈને દંડ વસૂલે છે. અમદાવાદમાં ઈ મેમોની સખ્યામાં સૌથી વધુ છે, કારણ કે શહેરના વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. બીજા સ્થાને સુરતનો નંબર આવે છે. રાજ્યના પરિવહન સચિવ સોનલ મિશ્રાએ કહ્યું કે વિભાગે લાઈસન્સ જપ્ત કરવાનો અને લાઈસન્સ રદ કરવાના પગલાં લીધા છે. જો ત્રીજી નોટિસ બાદ ડ્રાઈવર નહીં સુધરે તો લાઈસન્સ આજીવન રદ થઈ જશે. જેનો અર્થ છે કે તે ક્યારેય કોઈ વાહન નહીં ચાલવી શકે.

મહિનાભરમાં અનેક જગ્યાએ લેવાયા પગલાં

મહિનાભરમાં અનેક જગ્યાએ લેવાયા પગલાં

પાછલા એક મહિનામાં ટ્રાફિક વિભાગે રાજ્યમાં 6 એવા લાઈસન્સ રદ કર્યા છે, જે વાહનચાલકો દારૂ પીને વાહન ચલાવી રહ્યા હતા. રાજ્યમાં ડ્રાઈવિંગ કરતા સમયે મોબાઈલ વાપરતા 12 વાહનચાલકોનું લાઈસન્સ રદ કરાયું છે. આ ઉપરાંત 60 એવા લાઈસન્સ રદ કરાયા છે, જેમની સામે જુદા જુદા ગુના દાખલ કરાયા છે. ઘાતક દુર્ઘટનામાંથી 43 લાઈસન્સ રદ કરાયા છે.

લાઈસન્સ રદ કરવાના પગલા માટે પોલીસ સ્વતંત્ર

લાઈસન્સ રદ કરવાના પગલા માટે પોલીસ સ્વતંત્ર

ગુજરાત મોટર વાહન અધિનિયમમાં ખતરનાક ડ્રાઈવિંગ કરનાર લોકોનું લાઈસન્સ રદ કરવાની જોગવાઈ છે. રાજ્ય સરકારે પરિવહન વિભાગના ડ્રાઈવરો માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે કે સાથે જ ટ્રાફિક પોલીસને ચેતવણી આપી છે કે રાજ્યમાં ગેરકાયદે (ડ્રાઈવિંગ સમયે મોબાઈલ પર વાત કરવી, જોખમી ડ્રાઈવિંગ, દારૂ પીને વાહન ચલાવવું) વાહન ચાલકોને પકડીને તેમનું લાઈસન્સ રદ કરવામાં આવે. પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરી શકાય છે. અસુરક્ષિત ડ્રાઈવિંગના કારણે દુર્ગટનાગ્રસ્તનું નિધન થાય તો પણ લાઈસન્સ રદ કરવાની જોગવાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X