હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી બનાવાયા

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં તાજેતરમાં થયેલા ફેરફાર અને વિસ્તરણ બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નવા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે.

હવેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌસંવર્ધનના મંત્રી જીતુ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળશે.

નવી જવાબદારી હેઠળ, આ બંને મંત્રીઓ રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયો, કેબિનેટના ઠરાવો, નીતિ વિષયક બાબતો અને વિકાસલક્ષી પહેલોની માહિતી મીડિયા બ્રિફિંગ દ્વારા જનતા સુધી પહોંચાડશે. સરકાર અને લોકો વચ્ચે સંવાદની કડીને વધુ મજબૂત બનાવવામાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવશે.

અગાઉ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આ જવાબદારી સંભાળતા હતા. હવે આ મહત્ત્વપૂર્ણ પદ પર યુવા અને અનુભવી નેતાઓની નિમણૂક થતાં સરકારના સંદેશાવ્યવહારમાં મોટી ભુમિકા ભજવશે.

જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં બીજેપી સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતીમાં આ બન્નેની જવાબદારી મોટી થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X