For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસમાં બીજા નંબરે આવ્યુ ગુજરાત, સરકારે 13 IASને જવાબદારી સોંપી

વિકટ સ્થતિ પર નિયંત્રણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સરકારે વધુ પાંચ સચિવોને જવાબદારી સોંપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણના કેસમાં ગુજરાત દેશમાં બીજી નંબરે આવી ગયુ છે. અહીં બુધવારે કોરોના સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા 2407 થઈ ગઈ. વળી, અત્યાર સુધી 103ના મોત થઈ ગયા છે. આવી વિકટ સ્થતિ પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે વધુ પાંચ સચિવોને જવાબદારી સોંપી છે. હવે રાજ્યમાં કુલ 13 આઈએએસ કોરોના સામે લડવા ડ્યુટી પર છે.

vijay rupani

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જિલ્લી પ્રશાસનના માર્ગદર્શન હેઠળ દેખરેખ તેમજ સમીક્ષા અને રોગ નિવારક ઉપાયોના પ્રભાવી કાર્યાન્વય માટે આ નિર્ણય લીધો હતો કે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવાના કાર્યોમાં આઈએએસ અધિકારીઓની સંખ્યા વધારવામાં આવશે. ત્યારબાદ વધુ પાંચ આઈએએસ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે.

જે જિલ્લાઓમાં આ આઈએએસની નિયક્તિ થઈ છે તેમાં ભાવનગર, પાટણ, આણંદ, ભરુચ અને પંચમહાલ શામેલ છે. આ જિલ્લાઓ માટે પાંચ આઈએએસ અધિકારીઓને તત્કાલ પ્રભાવથી નિયુક્ત કરવા પડ્યા છે. આ પહેલા મુખ્યમંત્રી સોમવારે રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે મુખ્યમંત્રીએ 8 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપી ચૂક્યા છે. જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત તેમજ ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, નાણા વિભાગમાં આર્થિક બાબતોના સચિવ મિલિન્દ તોરવણે, મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગની સચિવ મનીષા ચંદ્રા, ગુજરાત પર્યટન નિગમના પ્રબંધ નિર્દેશક જેનુ દેવન અને આદિજાતિ વિકાસ અધિકારી દિલીપ રાણા શામેલ છે.

આ પણ વાંચોઃ 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો, 2021 સુધી મોંઘવારી ભથ્થામાં રોકઆ પણ વાંચોઃ 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો, 2021 સુધી મોંઘવારી ભથ્થામાં રોક

English summary
Gujarat government deploy 13 IAS (Secretaries) to fight with coronavirus [Covid 19]
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X