For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે ન્યારી-2 સિંચાઈ યોજનાનો વિસ્તાર વધાર્યો

ગુજરાત સરકારે ન્યારી-2 સિંચાઈ યોજનાનો વિસ્તાર વધાર્યો

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ન્યારી-2 સુંચાઈ યોજનાનો લાભ વધારાના 157 હેક્ટર વિસ્તારને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના મેટોડા, સરપદડ અને બોડીઘોડી ગામના ન્યારી યોજનાના કમાંડ ક્ષેત્રથી બહાર જે ખેડૂત સિંચાઈ સુવિધાથી વંચિત રહી ગયા હતા તેમને હવે ન્યારી 2 યોજના અંતર્ગત 200 મિલિયન ક્યૂબિક ફીટ (MCFT) પાણી સિંચાઈની સુવિધા માટે ઉપલબ્ધ રહેશે.

vijay rupani

આ ક્ષેત્રના ખેડૂતોની સિંચાઈ લક્ષી વર્ષો જૂની સમસ્યાને સમાપ્ત કરવા માટે વિજયભાઈ રૂપાણીએ ન્યારી-2 જળાશયમાં રાજકોટ મહાનગર પાલિકા માટે આરક્ષિત રખાતા 200 MCFT પાણી હવે ખેડૂતોને સિંચાઈ માટે ઉપલબ્ધ કરવાવાના ઉદ્દેશ્યથી આ સંવેદનશીલ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર પાસે 1986માં ન્યારી નદી પર નિર્મિત આ ન્યારી-2 યોજનાની કુલ સંગ્રહણ ક્ષમતા 432 મિલિયન ક્યૂબિક ફીટ છે અને આ યોજનાના માધ્યમથી નહેર મારફતે 1390 હેક્ટર ક્ષેત્રમાં સિંચાઈનું આયોજન કરાયું છે.

હાલની સ્થિતિમાં ન્યારી-2 સિંચાઈ યોજનાના કમાંડ ક્ષેત્રના મેટોડા, રંગપર, સરપદડ, બોડીઘોડી, પાટી-રામપર તથા તથા વણપરી સહિત કુલ 6 ગામના 1095 હેક્ટર ક્ષેત્રને સિંચાઈનો લાભ મળે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધારાના 157 હેક્ટર ક્ષેત્રને ન્યારી-2 સિંચાઈ યોજનાથી સિંચાઈ માટે પાણી આપવાનો જે સંવેદનશીલ નિર્ણય લીધો છે તેનાથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થશે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની આવક બમણી થવાનો મોદી સરકારનો નિર્ણય ફળીભૂત થશે.

આ પણ વાંચો

ભૂ-માફિયા પોતાની હરકતો છોડી દે નકર ગુજરાત છોડી દેઃ વિજય રૂપાણીભૂ-માફિયા પોતાની હરકતો છોડી દે નકર ગુજરાત છોડી દેઃ વિજય રૂપાણી

English summary
Gujarat Government extends Nyari-2 Irrigation Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X