સુમીત્રાબેનના પરિવારને અપાયો ચેક, અમરનાથ હુમલામાં થઇ હતી મોત

Posted By:
Subscribe to Oneindia News

ગત સોમવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર આંતકી હુમલો થયો હતો. જેમાં 5 મહિલાઓ સમેત 7 લોકોની મોત થઇ હતી. જે બાદ સરકારે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવાની વાત કરી હતી. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા સુમિત્રાબેનના પરિવારને શનિવારે સુરતમાં ભાજપી ઘારાસભ્ય અગ્રણી અને ક્લેટર દ્વારા 10 લાખનો સહાયક ચેક આપવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા સુરત ખાતે તેમના ઘરની મુલાકાત લઇને આ ચેકની ફાળવવામાં આવ્યો હતો. 

sumitra family amarnath

સુરતમાં સુમિત્રાબેન પટેલના પરિવારને 10 લાખનો સહાયક ચેક અપર્ણ કરતી વખતે પણ તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા હતા. જેને કલેક્ટર મહેન્દ્ર પટેલ આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હુમલાના બે દિવસની અંદર જ મૃતકના પરિવારને આર્થિક સહાય સરકાર તરફથી મોકલવામાં આવી છે. અને જલ્દી જ અન્ય યાત્રીઓ જેમણે તેમના પરિવારજનોને ગુમાવ્યા છે તેમને પણ સરકાર તરફથી જલ્દી જ સહાય આપવામાં આવશે.

English summary
Amarnath Terrorist attack: Gujarat Government gave 10 Lac cheque to Sumitraben Family Member.
Please Wait while comments are loading...