GPSCના અધ્યક્ષ તરીકે આ IPS અધિકારીની કરાઈ વરણી, અગાઉ સચોટ રીતે લીધી છે મહત્વની પરીક્ષાઓ

છેલ્લા ઘણા સમયથી GPSCના અધ્યક્ષ કોણ બનશે તે અંગે પ્રશ્ન વારંવાર સામે આવતો હતો. ત્યારે હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વરણી અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. હવે આગામી સમયમાં GPSC નવા નેતૃત્વમાં જોવા મળશે.

ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂંક થતા હવે રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાને નવો વેગ અને દિશા મળશે તેવી આશા-અપેક્ષા સૌ રાખી રહ્યા છે.

જો નવનિયુક્ત અધ્યક્ષ હસમુખ પટેલની વાત કરીએ તો, હસમુખ પટેલ બનાસકાંઠાના ઈકબાલગઢના વતની છે અને તેઓ વરિષ્ઠ IPS અધિકારી છે.

IPS Hasmukh Patel

2023માં ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના નેતૃત્વમાં નવરચિત બોર્ડ દ્વારા PSI અને LRD જેવી મહત્વપૂર્ણણ ભરતીનું સફળ રીતે આયોજન કર્યું હતું.

હસમુખ પટેલ IPS કેડરના અધિકારી છે અને તેઓ GPSCના અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવાનું શરૂ કરશે. તેમની નિમણૂકથી GPSCને નવા નેતૃત્વનો લાભ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

GPSCના અધ્યક્ષ તરીકે વરણી થતા હસમુખ પટેલે IPS અધિકારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવું પડશે અને ટૂંક સમયમાં રાજીનામું આપશે. વિશેષ નોંધનીય છે કે, હાલ હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે, જે સમગ્ર રાજ્યમાં લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X