ગુજરાતનો જવાન શહિદ થશે તો તેને રાજ્ય સરકાર 1 કરોડની સહાય આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.

પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે.
જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા શહિદ જવાનને પહેલા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેમા વધારો કરીને હવે 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.
શહિદ જવાનની પત્નીને પહેલા 1 હજાર રૂપિયા રૂપિયા માસિક સહાય આપવામાં આવતી હતી. તેની જગ્યાએ હવે 5000 રૂપિયા આપવામાં આવશે. પત્ની જીવીત રહે ત્યાં સુધી અથવા પુન:લગ્ન કરે તે બેમાથી જે વહેલુ હોય ત્યાં સુધી.
જવાન શહિદના બાળકોને માસિક 500 રૂપિયા આપવામાં આવતા હતા તેમા વધારો કરીને 5000 રૂપિયા કરવામાં આવ્યા છે. પ્રતિ બાળક વધુમાં વધુ બે બાળકો માટે જે 25 વર્ષના થાય તેમજ શૈક્ષણિક અભ્યાસ પૂર્મ કરે તે બેમાથી જે વહેલુ હોય ત્યાં સુધી.
જવાન શહિદના માતા પિતાને માસિક 500 રૂપિયા આપવામાં હતા તેમા વધારો કરીને હવે 5000 રૂપિયા કરવામાં આવ્યા છે. જીવત રહે ત્યાં સુધી.
અપંગતાના કિસ્સામાં 50 ટકા કે તેથી વધુ અપંગતા હોય તેવા કિસ્સામાં પહેલા 50 હજાર આપવામાં આવતા હતા. તથા 1000 રૂપિયા માસિક આપવામાં આવતા હતા તેમા વધારો કરીને 50 ટકા અપંગતાના કિસ્સામાં 2.5 લાખ અને 5000 રૂપિયા માસિક આર્થિક સહાય આપવામાં આવશે.
અપરણિત શહિદ જવાનના કિસ્સામાં માતાને 50 હજાર રૂપિયા તથા માતા પિતાને માસિક 500 રૂપિયા આપવામાં આવતા હતા. તેમા વધારો કરીને હવે માતા-પિતાને 5 લાખ રૂપિયા અને માસિક 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
