TET પાસ કરેલા 12710 ઉમેદવારોની ગુજરાત સરકારે કરી ભરતી

Gujarat government: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં, પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભામાં વર્ષ-2023ની સ્થિતિએ TET અને TAT ના પાસ થયેલા ઉમેદવારોની ભરતી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં 12710 જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.

kuberbhai Dindor

રાજ્યમાં વર્ષ 2023માં TAT પાસ કરેલા 5277 ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને 3071ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ 25880 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 16894 શિક્ષકો ફરજરત છે.

રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં 97.76 ટકા જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 84.12 ટકા જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલા હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X