ગુજરાતઃ લૉકડાઉનમાં ઉદ્યોગો શરૂ થતા પહેલા જ દિવસે 45 હજાર મજૂરો કામ પર લાગ્યા
કોરોના લૉકડાઉન વચ્ચે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણયને વ્યાપક સમર્થન મળ્યુ છે.
કોરોના લૉકડાઉન વચ્ચે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણયને વ્યાપક સમર્થન મળ્યુ છે. રાજ્યમાં પહેલા જ દિવસે(સોમવારે) લગભગ 6 હજાર ઉદ્યોગો ગતિશીલ થઈ ગયા છે. જેમાં 40થી 45 હજાર શ્રમિકો કામ પર લાગી ગયા. સરકાર દ્વારા ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા સીમા ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટંસીંગ જાળવી રાખવાના નિયમો અને કામદારોને કોરોના સંક્રમણથી બચાવવાના ઉપાયો સાથે ઔદ્યોગિક એકમો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારની આ પ્રતિબદ્ધતા હેઠળ અહીં વિવિધ જિલ્લાઓમાં કામધંધા અને હળવા ઉદ્યોગો જીવંત થઈ ચૂક્યા છે. ફરીથી શરૂ થતા ઉદ્યોગોમાં અમદાવાદના 1000, રાજકોટના 350, વડોદરાના 600, સુરતના 250, ભરુચ 450, વલસાડ 600, મોરબી 400, ગાંધીનગર 400, કચ્છ 750 અને બાકીના જિલ્લાઓમાં લગભગ 850 એકમો શરૂ થયા છે.
આગામી બે દિવસમાં 15 હજાર ઔદ્યોગિક એકમો શરૂ થવાનુ અનુમાન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં જે એકમો શરૂ કરવામાં આવ્યા છે તેમાં મોટાભાગના કેમિકલ્સ, સિરામિક ટાઈલ્સ, સિમેન્ટ અને લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા છે. સરકારના નિર્ણયનુ મોટાભાગના સંગઠનોએ સ્વાગત કર્યુ છે.












Click it and Unblock the Notifications
