સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂર્વ કલેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ તેમને રિમાન્ડ પર લેતાની સાથે જ સરકારે આ કડક કાર્યવાહી કરી છે.
સરકારના આ મોટા નિર્ણયથી વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ કલેક્ટર સામે મની લોન્ડરિંગ અને પદના દુરુપયોગના કેસની તપાસ ચાલી રહી છે.
ભ્રષ્ટાચાર મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે. આગામી સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
