For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રાઈવેટ સેક્ટરને અમદાવાદમાં ફાળવશે 13 એકરનો પ્લોટ

ગુજરાત સરકારે સર્વિસ સેક્ટરના વિકાસ માટે 13 એકરનો પ્રાઈમ પ્લોટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સર્વિસ સેક્ટરના વિકાસ માટે નેશનલ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે અમદાવાદના શીલજ વિસ્તારમાં 13 એકરનો પ્રાઈમ પ્લોટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય મજૂર અને રોજગાર વિભાગે સરકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવી લીધી છે અને ખાનગી યુનિવર્સિટીઓને આ પ્રોજેક્ટ માટે આગળ આવવા માટે આમંત્રણ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકાર ઈચ્છે છે કે ખાનગી ક્ષેત્ર આ પ્રોજેક્ટ માટે રુ. 250 કરોડથી રુ.300 કરોડ વચ્ચેનુ રોકાણ કરે કે જે યુવાનોને સર્વિસ સેક્ટરમાં નવા અને ઉભરતા ટ્રેન્ડમાં ટ્રેઈન કરશે.

vijay rupani

સૂત્રોના જણાવ્યા મુજબ, 'આ યુનિવર્સિટી દર વર્ષે લગભગ 5000 વિદ્યાર્થીઓે ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ ઓફર કરશે. બીપીઓ, કેપીઓ હેન્ડલીંગ, આઈટીઓ ટેકનોલૉજી વગેરે જેવા આશરે 60 પ્રકારના મૉડર્ન કોર્સ શીખવવામાં આવશે અને ઉભરતી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતો પૂરી કરવા માટે યુવાનોને ટ્રેઈન કરવા પર ફોકસ કરવામાં આવશે. રાજ્ય સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ(ITI)ને પણ આ સૂચિત યુનિવર્સિટી સાથ લીંક અપ કરવામાં આવશે.'

સૂત્રોએ પણ જણાવ્યુ કે, 'રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવવા માટે રાજ્ય વિધાનસભામાં આવનારા બજેટ સત્ર દરમિયાન એક નવુ બિલ પર મૂકવામાં આવશે. રાજય સરકાર આ સૂચિત ખાનગી યુનુવર્સિટી માટે અમુક સહયોગ આપી શકે છે. સૂત્રો મુજબ આ યુનિવર્સિટી માટે ભારત સરકારનો આર્થિક અને ટેકનિકલ સહયોગ પણ મળવાની આશા છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે આ સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી માટે રાજ્ય સરકાર સાથે પાર્ટનરશીપ માટે આતરરાષ્ટ્રીય કક્ષાએ નામના ધરાવતી ખાનગી યુનિવર્સિટીઓ આગળ આવે.'

બુધ 30 જાન્યુઆરીથી વક્રી, જાણો બધી રાશિઓ પર શું થશે અસરબુધ 30 જાન્યુઆરીથી વક્રી, જાણો બધી રાશિઓ પર શું થશે અસર

English summary
Gujarat government to allot 13 acres plot to private sector for skill development
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X