ગોટ પોક્સ વેક્સિનના 11 લાખ ડોઝ ખરીદશે ગુજરાત સરકાર
ગુજરાત સરકાર દ્વારા બુધવારના રોજ રાજ્યમાં પશુઓની વસ્તીમાં ઝડપથી ફેલાતા રોગચાળા, લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ને પહોંચી વળવા માટે ગોટ પોક્સ વેક્સિન ના 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકાર દ્વારા બુધવારના રોજ રાજ્યમાં પશુઓની વસ્તીમાં ઝડપથી ફેલાતા રોગચાળા, લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ને પહોંચી વળવા માટે ગોટ પોક્સ વેક્સિન ના 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ગાયો અને ભેંસોમાં લાંબા સમય સુધી બિમારીનું કારણ બનેલી આ વાયરલ બીમારીને નિયંત્રણમાં લેવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પશુઓના મૃત્યુના અહેવાલ બાદ, ત્રણ લાખ પશુઓને રસી આપવામાં આવી હતી અને રાજ્યમાં હાલમાં રસીના બે લાખ ડોઝનો સ્ટોક છે, એમ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું.

હકીકત છે કે મૃત્યુ થઈ રહ્યા છે
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે લમ્પી સ્કિન ડિસીઝ નામનો વાયરલ રોગસૌરાષ્ટ્રના નવ જિલ્લા, કચ્છ અને સુરતમાં પશુઓમાં - ખાસ કરીને ગાયોમાં ફેલાઈ રહ્યો છે.
આ રોગ ફેલાઈ રહ્યો છે અને તેથી અમે આવિસ્તારોમાં પશુઓને વ્યાપક રસીકરણ હાથ ધરવાનું નક્કી કર્યું છે. અમારી પાસે પશુઓના મૃત્યુનો ચોક્કસ આંકડો નથી, પરંતુ તે હકીકત છેકે મૃત્યુ થઈ રહ્યા છે.

હેલ્પલાઈન નંબર જાહેર
સરકારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાને પણ તૈનાત કરી છે, જે હેલ્પલાઈન નંબર 1962 હેઠળ "એલએસડીની સારવાર અને નિયંત્રણ"માટે મદદ કરે છે.
ઑક્ટોબર 2017 માં GVK-EMRI સાથે શરૂ કરાયેલી સેવામાં 37 થી વધુ પ્રાણી એમ્બ્યુલન્સ ગુજરાત સરકાર પાસેછે.

ત્રણ લાખ પશુઓને રસી અપાઇ
રાજ્યના કૃષિ પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં અમારી પાસે રસીના બે લાખ ડોઝ છે. બુધવારના રોજ અમે તાત્કાલિક રસીનાડોઝની જરૂર હોય તેટલી ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં અમે ત્રણ લાખ પશુઓને રસી આપી છે.

ગોટ પોક્સ વેક્સિનના 11 લાખ ડોઝ મંગાવવાની યોજના
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે જણાવ્યું કે, રાજ્ય સરકાર એલએસડીનો સામનો કરવા માટેગોટ પોક્સ વેક્સિનના 11 લાખ ડોઝ મંગાવશે. અમે ગોટ પોક્સ વેક્સિનના 11 લાખ ડોઝ મંગાવવાની યોજના બનાવીએ છીએ. અમે રસીકરણઅભિયાન દરમિયાન માત્ર અસરગ્રસ્ત ગામો અને તાલુકાઓને જ લક્ષ્ય બનાવીશું.

આ કેપ્રીપોક્સ વાયરસ છે
કચ્છ અને સુરત ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને મોરબીજિલ્લાઓમાં એલએસડીનો વ્યાપ જોવા મળ્યો છે.
આ કેપ્રીપોક્સ વાયરસ છે. આ રોગ ચેપી છે અને ઝડપથી ફેલાય છે. તે બગાઇ, જીવાતઅને લોહી ચૂસનાર વેક્ટર દ્વારા ફેલાય છે. ગયા વર્ષે અસરગ્રસ્ત પ્રાણીઓની સંખ્યા ઘણી ઓછી હતી, પરંતુ આ વર્ષે તે ઝડપથી ફેલાઈ ગયોછે.

11 જિલ્લાઓમાં પશુઓની વસ્તી 44 લાખ જેટલી છે
પશુપાલન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં અંદાજિત બે કરોડ ગાય અને ભેંસ છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના 11જિલ્લાઓમાં પશુઓની વસ્તી 44 લાખ જેટલી છે.
જોકે, પશુપાલન વિભાગમાં બહુ ઓછા કેસ નોંધાયા છે. હાલમાં, અમારી પાસે અમારાવિભાગમાં સત્તાવાર રીતે 35 કેસ નોંધાયેલા છે.












Click it and Unblock the Notifications
