રાજ્ય સરકાર 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ બનાવશે, વધારાની 5 લાખની ગ્રાન્ટ મળશે

ગુજરાત સરકારે રાજ્યની ગ્રામ પંચાયતો માટે મહત્વની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર ગુજરાતની 35 જેટવી ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ બનાવવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારે 16 જિલ્લાના 35 ગામોની પસંદગી કરી છે.

ગુજરાત સરકાર દ્વારા પહેલાથી જ ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટ સાથે જોડવામાં આવી રહી છે ત્યારે હવે વધુ એક નિર્ણય લેતા ગ્રામ પંચાયતોને સ્માર્ટ બનાવવા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતા રાજ્ય સરકારે 35 ગામોની પસંદગી કરી છે. આ ગામોને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે.

bhupendra patel

આ સ્માર્ટ વિલેજ મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તેજમ આગળ જતા લેબોરેટરીનું કામ કરે તે હેતુથી આ નિર્ણય કરાયો છે. આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય તેવી તમામ વસ્તુઓ સાથે ગામની વસ્તી 2 થી 6 હજાર હોય તેનું ખાસ ધ્યાન રખાયુ છે.

આ ગામોની પસંદગી ગ્રામ પંચાયત દ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ કરી છે. સમિતીએ રૂબરુ મુલાકાત લઇને યાદી જિલ્લા કક્ષાની સમિતિને મોકલી હતી. આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જિલ્લા કક્ષાની સમિતિએ કરી છે.

90 ટકા ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા બાદ ઓછામાં ઓછા 90 માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકાદીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X