પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય આપશે ગુજરાત સરકાર
Gujarat Government : વિધાનસભા ગૃહ ખાતે ડેરી ફાર્મ સ્થાપના યોજના અંગે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેતી સાથે પૂરક રોજગારીની તકો ઉભી થાય તે ખૂબ જ જરૂરી છે.
પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અમલમાં મૂકાઈ છે.

પશુપાલન મંત્રી પટેલે વિગતો આપતા ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા આ યોજનાને અવિરત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આણંદ જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ 28 અરજીઓ મંજૂર કરાઇ હતી, અને લાભાર્થીઓને આશરે રૂપિયા 21.70 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
પશુપાલન મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા દેશી ગાયોના ડેરી ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વિશિષ્ટ સહાય પણ આપવામાં આવે છે. 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના હેઠળ કુલ છ ઘટકો હેઠળ વિવિધ સહાય ચૂકવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
