For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર સાસણ ગીરમાં બનાવશે લેપર્ડ પાર્ક

|
Google Oneindia Gujarati News

leopard
ગાંધીનગર, 1 મે : ગુજરાતના ગીર અને સાસણ વિસ્‍તારમાં આવેલા એશિયન સાવજો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ કેટલાક સાવજોને મધ્‍યપ્રદેશ ખસેડવામાં આવે તેવી શકયતા છે પરંતુ સાસણ ગીરના મુલાકાતીઓને માટે એક નવુ નજરાણું રજૂ કરવા માટે ગુજરાત સરકારે આયોજન કર્યું છે. સરકાર સાસણ ગીરમાં ગુજરાતનો સૌ પ્રથમ ચિત્તાઓ અંગેનો પાર્ક (લેપર્ડપાર્ક) શરૂ કરવા માંગે છે.

સાસણ ગીરમાં વધુને વધુ પ્રવાસીઓને લાવવાના હેતુસર આ પાર્ક શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે ગીરમાં રાજયનો સૌ પ્રથમ લેપર્ડ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગીર લાયન સેન્‍ચુરીમાં તે ઉભો કરવામાં આવશે. આ નવા પ્રોજેકટની બાબત સાથે સંકળાયેલા એક વરિષ્‍ઠ અધિકારીના જણાવ્‍યા પ્રમાણે ગીરનું જંગલ સિંહો માટે પ્રચલિત છે પરંતુ એ વિસ્‍તારમાં ચિત્તાઓ પણ મુખ્‍ય છે. ગીરના જંગલમાં લેપર્ડની વસ્‍તીના સુદ્રઢ કન્‍ઝર્વેશન માટે અમે સેન્‍ચુરીમાં એકસકલુઝીવ લેપર્ડ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જયાંથી પ્રવાસીઓ ચિત્તાઓને કુદરતી વાતાવરણમાં જોઇ શકશે.

આ પાર્ક શરૂ કરવા માટે અને તેની ડિઝાઇન તૈયાર કરવા માટે કન્‍સલ્‍ટન્‍ટની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્‍યુ હતુ કે, આ સુચિત પાર્ક 30 એકર જમીનમાં ઉભો કરવામાં આવશે. આ વિસ્‍તારમાંથી ચિત્તા ભાગી ન જાય તે માટે અલગ પ્રકારની ફેન્‍સીંગ પણ તૈયાર કરવામાં આવશે. આ પાર્કમાં અલગ પ્રકારની ગ્‍લાસ ટયુબ અને વાહનો માટેની જગ્‍યાઓ પણ હશે જયાંથી પ્રવાસીઓ ચિત્તાઓને નિહાળી શકશે. માણસ ખાઉ ગણાતા ચિત્તાઓનું પુર્નવસનનું કાર્ય પણ અહીં કરવામાં આવશે. અમે ચિત્તઓને ઝુની અંદર બાંધીને નથી રાખવા માંગતા, જો તેઓ વાઇલ્‍ડમાં જીવે તો સારૂ કન્‍ઝર્વેશન થઇ શકશે તેમ તેઓએ ઉમેર્યુ હતુ.

વર્ષ 2011ની વસ્‍તી ગણતરી મુજબ જુનાગઢમાં 1412 ચોરસ કિલોમીટરના વિસ્‍તારમાં ફેલાયેલ સેન્‍ચુરીમાં ચિત્તાની વસ્‍તી 450ની નોંધવામાં આવી હતી. ચિત્તાની સંખ્‍યા એશિયન સાવજો જેટલી જ ગણાય છે. આમાંથી 170 જેટલા ચિત્તા દરિયા કિનારાઓના વિસ્‍તારોમાં ફરતા હોવાનું જાણવા મળે છે. જેને કારણે માનવ જીવન ઉપર ખતરો ઉભો થયો છે. વેરાવળ અને કોડીનાર તાલુકામાં ખાણ અને શેરડીઓના ખેતરોમાં કામ કરતા મજુરો માટે ખતરો પણ ઉભો થયો છે.

English summary
Gujarat government will start Leopard Park in Sasan Gir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X