Gujarat: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, આ વિસ્તારોમાં પુલનું સમારકામ કરાયું

Gujarat News: રાજ્યમાં વાહનવ્યવહારને સુગમ બનાવતા તેમજ આર્થિક પ્રવૃત્તિઓ અને નાગરિકોના જીવનને જોડતા વિવિધ માર્ગ અને બ્રિજના ભારે ઉપયોગને કારણે પુલની સમારકામ અને જાળવણી જરૂરીયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા પુલોના સમારકામ અને મજબૂતીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો અને રાજ્યના વિકાસને વેગ આપવાનો છે.રાજ્ય સરકાર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તપાસ બાદ ક્ષતિગ્રસ્ત પુલોનું યુદ્ધના ધોરણે સમારકામ કરીને તેને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવામાં આવ્યા છે.

bridge

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ

અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-47 પર આવેલા વિશાલા નજીકના શાસ્ત્રી બ્રિજનું 6.5 કરોડના ખર્ચે મરામત અને પુનઃનિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.બે અલગ-અલગ લેન માટે બે સ્વતંત્ર પુલ ધરાવતા શાસ્ત્રી બ્રિજ પૈકીનો જમણી બાજુનો પુલ વર્ષ 1970માં જ્યારે, ડાબી બાજુનો પુલ વર્ષ 2002માં નિર્માણ પામ્યો હતો.ગત વર્ષ 2022માં જમણી બાજુના પુલના બેરિંગમાં ખામી અને બંને પુલના એક્સ્પાન્સન જોઇન્ટ્સને નુકસાન જણાતાં, તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ પૂર્ણ કરીને વર્ષ 2024માં ફરી આ પુલને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.

બગોદરા-લીંબડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભોગાવો નદી ઉપર છ(6) માર્ગીય પુલનું નિર્માણ

વાહન વ્યવહાર અને સલામતી સુરક્ષિત કરવાના આશય સાથે બગોદરા-લીંબડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8-અ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ -47) પર બગોદરા પાસેની ભોગાવો નદી પર 06 માર્ગીય બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ મુજબ ભોગાવો નદી પર ડાબી બાજુએ હયાત બે-માર્ગીય બ્રિજને ત્રણ-માર્ગીય બનાવવાની કમગીરી બે વર્ષ પહેલા જ પૂર્ણ કરવામાં આવી હતી.આ ઉપરાંત ભોગાવો નદી પર જ હયાત બ્રિજની બીજી બાજુ નવા ત્રણ-માર્ગીય બ્રિજનું નિર્માણ કાર્ય હાલ પૂર્ણતાના આરે છે.

ભરૂચમાં કદરામા ખાડી પર નવો બ્રિજ ખુલ્લો મૂકાયો

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર કદરામા ખાડી ઉપર એક જૂના, જર્જરિત અને સાંકડા પુલના સ્થાને નવા માઇનોર બ્રિજનું (નાનો પુલ) નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક એન્જિનિયરિંગ પદ્ધતિથી રૂ. 9.42 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજને તાજેતરમાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ - લીંબડી પેટા વિભાગ દ્વારા વિવિધ બ્રિજનું સમારકામ

વિરેન્દ્રગઢ (સુરેન્દ્રનગર)નજીક બ્રિજનું સમારકામ

સુરેન્દ્રનગર-લીંબડી-ધ્રાંગધ્રા-કુડા રોડ (NH-51) પર વિરેન્દ્રગઢ ગામ નજીકના બ્રિજમાં મરામત કામગીરીની જરૂર જણાતા, તાત્કાલિક ધોરણે બ્રિજ પર ગ્રાઉટીંગ અને ગનાઇટીંગની કામગીરી હાથ ધરીને બ્રિજની મજબૂતી વધારવામાં આવી છે.

કુડા ગામ (સુરેન્દ્રનગર) પરના બ્રિજ પર વાહન પ્રતિબંધ

લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-કુડા રોડ (NH-51) પર કુડા ગામ પાસે આવેલા બ્રિજની ટેક્નિકલ અધિકારીઓ અને બ્રિજ નિષ્ણાતોએ તપાસ હાથ ધરીને બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. જેને પગલે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું બહાર પાડીને બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.બ્રિજની બાજુમાં ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X