Gujarat News: પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્રવેશ માટેના નિયમો હળવા કરવામાં આવ્યા

Gujarat News: ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક (પ્રી-પ્રાઇમરી) શાળાઓ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેનાથી શાળાઓના સંચાલકો અને વાલીઓને મોટી રાહત મળી છે. આ નવા નિયમો ખાસ કરીને પ્રવેશ માટેની વયમર્યાદા સંબંધિત છે. જે અગાઉના કડક નિયમો સામે સંચાલકોના વિરોધ બાદ હળવા કરવામાં આવ્યા છે.

Gujarat News

પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં નવા નિયમો અનુસાર વયમર્યાદામાં ફેરફાર

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ, હવે બાળકોને જુનિયર કે.જી, સિનિયર કે.જી, અને બાલવાટિકામાં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • જુનિયર કે.જી: જે બાળકોએ 4 વર્ષ પૂર્ણ ન કર્યા હોય, તેમને જુનિયર કે.જી.માં પ્રવેશ આપી શકાશે.
  • સિનિયર કે.જી: જે બાળકોની ઉંમર 4 વર્ષથી વધુ હોય તેમને સિનિયર કે.જી.માં પ્રવેશ મળશે.
  • બાલવાટિકા : જે બાળકો 5 વર્ષથી વધુ ઉંમરના હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપી શકાશે.

આ ફેરફારોથી વાલીઓ અને સંચાલકોને મોટી રાહત મળી છે, કારણ કે, અગાઉની કડક વયમર્યાદાને કારણે ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા.

આ નવા નિયમો હેઠળ, તમામ પૂર્વ પ્રાથમિક બિન-અનુદાનિત સંસ્થાઓ (Private Pre-Primary Schools) માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ આવી શાળાઓના કાર્યપદ્ધતિ પર દેખરેખ રાખવાનો અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવાનો છે. આ નિયમથી પૂર્વ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં પારદર્શિતા આવશે અને બાળકોને વધુ સારું વાતાવરણ મળી રહેશે. અગાઉ, કડક નિયમો અને વયમર્યાદાની જોગવાઈઓ સામે શાળાઓના સંચાલકોએ ચીરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને ધ્યાનમાં લઈને સરકારે આ નિયમોમાં ફેરફાર કરીને વાલીઓ અને શાળાઓ બંનેને સંતોષ થાય તેવો માર્ગ અપનાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X