કમલા બેનીવાલના રાજીનામાની માંગ કરતુ ભાજપ

નોંધનીય છે કે આ મામલો રાજસ્થાનના જયપુરની મોંઘી જમીન હડપવા સાથે જોડાયેલો છે. જેનો સંબંધ ખેડુતોના સામુહિક કૃષિ સહકારી સમિતિને આપવામાં આવેલી સરકારી જમીન સાથે છે. સમિતિને વર્ષ 1951માં ખેતી માટે સરકારી જમીન લીઝ પર આપવામાં આવી હતી. શુરૂઆતમાં લીઝ 20 વર્ષ માટે હતી, ત્યારબાદ પાંચ વર્ષ સુધી તેને વધારી દેવામાં આવી.
વર્ષ 2003માં કમલા બેનીવાલ આ સમિતિના સભ્ય બન્યા હતા. બાદમાં જમીન સરકારના કબજામાં આવી ગઇ તો સમિતિના તમામ સભ્યોને વળતર પેટે આપવામાં આવી. કમલા બેનીવાલને કુલ સાત પ્લોટ્સ આપવામાં આવ્યા, જેનું ક્ષેત્રફળ અંદાજે દોઢ હજાર વર્ગ મીટર છે. આરોપ છે કે, લાખો-કરોડોની સરકારી જમીનની ખોટા તથ્યોના આધારે ફાળવણી કરવામાં આવી.












Click it and Unblock the Notifications
