For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં દારૂની દુકાનો માટે જુની વ્યવસ્થા યથાવત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વડોદરા, 13 નવેમ્બર: ગુજરાત રાજ્યમાં પરમિટવાળી દારૂની દુકાનો માટે બપોરે 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની જુની વ્યવસ્થા કરી દિધી છે. સરકારે વિભાગને આ અંગે નિર્દેશ જાહેર કરી દિધા છે.

રાજ્યના ગૃહ વિભાગમાં વધારાના મુખ્ય સચિવ સુદીપ કુમાર નંદાએ જણાવ્યું હતું કે 'નશાબંધી અને આબકારી વિભાગના નિર્દેશકને રાજ્યભરમાં પરમિટથી ચાલનારી દારૂની દુકાનો માટે જુની કારોબારી વ્યવસ્થા યથાવત કરવાનો નિર્દેશ કરી દિધો છે.'

liquor-shop

સુદીપકુમાર નંદાએ કહ્યું હતું કે વિભિન્ન કારણોને ધ્યાનમાં રાખતાં પર્યટકો, હોટલ વ્યવસાયિકો તથા અન્યના હિતોમાં દિવસે 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી દારૂ વેચવાની જુની વ્યવસ્થા યથાવત કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 6 નવેમ્બરથી લાગૂ નવી વ્યવસ્થા હેઠળ પરમિટ પર ચાલનારી દારૂની દુકાનો સવારે 10.30 વાગ્યાથી 6.10 વાગ્યા સુધી દારૂ વેચવાની પરવાનગી આપી હતી.

English summary
The Gujarat government has directed the Prohibition and Excise Department to restore the earlier 1200-2000 hrs schedule of permitted liquor shops in the state, a senior official said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X