વહાલી દીકરી યોજના એટલે મહિલાઓનું ભવિષ્ય સુરક્ષિત કરતી નિધિ યોજના

વહાલી દીકરી યોજના એટલે મહિલાઓનું ભવિષ્ય સુરક્ષિત કરતી નિધિ યોજના

રાજ્યમાં મહિલાઓના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અનેક વિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, આ યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે. પરંતું, છતાં પણ મહિલાઓની સંખ્યા પુરુષોની સંખ્યાની સરખામણીમાં ઘણી ઓછી છે. એટલે કે, દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. આ કારણે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી મહિલાઓની સંખ્યા વધારવા માટે પ્રયત્ન કરતી રહે છે.

bhupendra patel

આ પ્રકારની એક મહત્વની યોજના એટલે વહાલી દીકરી યોજના. આ યોજના હેઠળ બાળકીના જન્મ સાથે જ તેના ભવિષ્યને સુરક્ષિત કરતી આર્થિક નિધિ નિશ્ચિત કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં, એલઆઇસી દ્વારા આ દીકરીઓને જુદા જુદા ત્રણ તબક્કામાં એક લાખ દસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જેના કારણે તે દીકરીના શિક્ષણ અને ઘડતર માટે માતાપિતાને આર્થિક બોજ સહન કરવો ન પડે.

રાજ્ય સરકારની વહાલી દીકરી યોજના અંગે બનાસકાંઠાના જમનાબેને જણાવ્યું હતુ કે, પહેલાં દીકરી સાપનો ભારો ગણાતી હતી, પરંતું, આ યોજના થકી દીકરી આર્થિક રીતે પિતા પર બોજ બનતી નથી અને દીકરીના જન્મને લોકો ખુબ હર્ષોલ્લાસથી મનાવતાં થયા છે.

આ યોજના રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. જેમાં, પરિવારમાં પ્રથમ ત્રણ બાળકીઓને આ યોજના હેઠળ સહાય ચુકવવામાં આવે છે. જેમાં, બાળકી પ્રથમ વર્ગમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવે ત્યારે, 4000 રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. ત્યાર બાદ નવમાં ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે, દીકરીને 6000 રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. છેલ્લે દીકરી 18 વર્ષ પૂર્ણ કરી પુખ્ત વયે પહોંચે છે ત્યારે, એક લાખની સહાય આપવામાં આવે છે. આ રીતે, વિવિધ ત્રણ તબક્કામાં બાળકીને જરૂરી રકમ આપવાના કારણે માતાપિતા માટે દીકરી આર્થિક બોજારૂપ ન થાય અને તેનો જન્મ દર વધે, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ થાય તે મુખ્ય હેતુ રહેલો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહિલાઓ અને દિકરીઓના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે સભાન છે. રાજ્ય સરકારે વહાલી દીકરી યોજના માટે 2022-23ના બજેટમાં 80 કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકારની આ યોજના ભવિષ્યમાં મહિલાઓની સંખ્યા વધારવામાં, તેમને શિક્ષિત અને આર્થિક પગભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X