ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે 10 ઈંચ વરસાદ
રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનનો સરેરાશ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જુઓ વિગત.
રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનનો સરેરાશ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના 125 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સુરતના ઉદરપાડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના માંગરોળમાં 3 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ તેમજ ભાવનગરના મહુવામાં અઢી ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. મહીસાગરના લુણાવાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના છ તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 24 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
Recommended Video


ગુજરાત રીજન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સરેરાશ 12.62, ઉત્તર ગુજરાતમાં 10.73 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 8.66 ટકા, સૌરાષ્ટ્રમાં 8.95 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 9.2 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ પાલનપુરમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે પ્રશાસનની પોલ ખોલી દીધી છે જ્યાં બે વર્ષ અગાઉ બનાવેલા પુલની બાજુનો અપ્રોચ ધરાશાયી થયો છે જેના કારણે આસપાસના 20 ગામોને અસર પડી છે. 1 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનાવેલા આ પુલ 3 ઈંચ વરસાદમાં જ ધરાશાયી થઈ જતા પુલ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સ્થાનિક નાગરિકો લગાવી રહ્યા છે.
પાટણ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સિદ્ધપુર પાસેથી પસાર થતા તળાવોમાં નવા નીર આવ્યા છે જેના કારણે આહ્લાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે પંચાયત હસ્તકના સાત રસ્તાઓ બંધ પડી ગયા છે જેમાં પાટણ, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના સાત રસ્તાઓ બંધ થઈ ગયા છે. બનાસકાંઠામાં એક અને પાટણમાં પાંચ તેમજ ભાવનગરમાં એક રસ્તો બંધ થઈ ગયો છે.












Click it and Unblock the Notifications
