For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VVPAT મશીનની ખરાબી: કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટિસ

ગુજરાત કોંગ્રેસની અરજી પછી વીવીપીએટી મશીન અને ઇવીએમ મશીનની ખરાબ પર હાઇકોર્ટે ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ. જાણો શું છે આખો મામલો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે ખરાબ ઇવીએમ અને વીવીપેટ મશીનોના ઉપયોગ ન કરવા મામલે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં સોમવારે એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે મામલે હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. જસ્ટિસ અખિલ કુરૈશી અને જસ્ટિસ એજે કોગજીની અધ્યક્ષતામાં બનેલી બેઠકે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી આ મામલે 13 નવેમ્બ સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કુલ 70,182 વીવીપેટ મશીનો હતાં જેમાંથી 7 ટકા મશીનોમાં પહેલી તપાસ દરમિયાન ખરાબી જોવા મળી હતી. આ સાથે જ અનેક ઇવીએમ મશીનો અને કંટ્રોલ યુનિટમાં પર ગરબડ જોવા મળી હતી.કોંગ્રેસની આ અરજીમાં હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તે વાત સ્પષ્ટ કરવામાં આવે કે તેવા જ મશીનોનો ઉપયોગ થાય જે યોગ્ય રીતે કાર્ય કરતા હોય.

VVPAT machine

આ મામલે હાઇકોર્ટે ચૂંટણી પંચને પણ આદેશ કર્યો છે. સાથે જ ગુજરાત કોંગ્રેસે હાઇકોર્ટમાં કરેલી પોતાની આ અરજીમાં માંગણી કરી હતી કે આવનારી ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે. જેથી કરીને જો મશીનોમાં પાછળથી કોઇ ગરબડ થાય તો તેનો પ્રભાવને ઓછો કરી શકાય. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે થનાર મતદાન પહેલા ચૂંટણી પંચ તેના તરફથી તમામ તૈયારીઓ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે પહેલા જ આ 182 સીટોના મતદાન પર વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

English summary
Gujarat HighCourt issued a notice to the Election Commission after congress moves court on EVMs and VVPAT machine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X