For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાદડિયાની ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

|
Google Oneindia Gujarati News

vitthal-radadiya
અમદાવાદ, 30 ઑક્ટોબરઃ વડોદરાના કરજણમાં એક ટોલ બૂથ પર કર્મચારીને બંદૂક બતાવનારા કોંગ્રેસી સાંસદ વિઠ્ઠલ રાદડિયાની ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે રાદડિયાને કહ્યું છે કે સંસદના સભ્ય તરીકે આ પ્રકારનું વર્તન છાજે તેવું નથી.

ગયા મહિને વડોદરા જિલ્લાના કરજણમાં એક ટોલ-બૂથના કર્મીને બંદૂક બતાવીને ધમકી આપવા બદલ રાદડિયા સામે પોલીસે એફઆઈઆર નોંધી હતી, જેને રદ કરાવવા માટે તેમના વકીલે હાઇ કોર્ટમાં અપીલ કરી હતી.

ટોલ બૂથ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં રાદડિયા બંદૂક બહાર કાઢીને કર્મચારીઓને ધમકી આપતા ઝડપાઈ ગયા હતા. બૂથ કર્મચારીએ પહેલા પૈસા અને પછી સાંસદ તરીકેનુ આઇડી પ્રુફ કારના ડ્રાઇવર પાસે માંગતા રાદડિયા ગુસ્સે ભરાયા હતા અને કર્મચારીને ધમકાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે વિવાદ થતાં રાદડિયાએ બચાવમાં એમ કહ્યું હતું કે એ લોકોએ મને નકલી સાંસદ કહ્યાં હતાં અને ધમકી આપી હતી. મેં બંદૂક કોઈની સામે તાકી નહોતી, પરંતુ મને ઘેરી લેવામાં આવતા મે સ્વબચાવ માટે તેને બહાર કાઢી હતી.

English summary
The Gujarat High Court on Tuesday slammed Congress MP Vitthal Radadiya for allegedly flashing his gun at a toll booth attendant last month in Kajran. This is not the way a Member of Parliament behaves,the court said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X