ગુજરાતમાં કોરોનાથી હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ, હાઈકોર્ટે લીધુ સ્વગત સંજ્ઞાન
ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને જોતા હાઈકોર્ટે સ્વગત સંજ્ઞાન લીધુ છે.
અમદાવાદઃ ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને જોતા હાઈકોર્ટે સ્વગત સંજ્ઞાન લીધુ છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક જનહિત અરજી (પીઆઈએલ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે મીડિયામાં મહામારી માટે આવેલા સમાચારોમાં એ સંકેત આપવામાં આવ્યા હતા કે રાજ્ય હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યુ છે. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે એક મૌખિક આદેશ દ્વારા હાઈકોર્ટની રજિસ્ટ્રીને ખુદ નવી જનહિત અરજી દાખલ કરવા માટે કહ્યુ. આ અરજીનુ શીર્ષક 'અનિયંત્રિત વધારો અને કોવિડ નિયંત્રણમાં ગંભીર મેનેજમેન્ટ મુદ્દો' છે.

ઑનલાઈન રીતે સુનાવણી થશે
તમને જણાવી દઈએ કે આ કોરોના વાયરસની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખલ આ રીતની બીજી બીજી જનહિત અરજી છે. પહેલી જનહિત અરજી ગયા વર્ષે દાખલ કરવામાં આવી હતી અને તેના પર હજુ પણ નિયમિત અંતરે સુનાવણી ચાલી રહી છે. મુખ્ય ન્યાયાધીશે રજિસ્ટ્રીને સૂચિત કર્યુ કે નવી જનહિત અરજીમાં ગુજરાત સરકાર, તેના આરોગ્ય વિભાગ સાથે જ કેન્દ્ર સરકારને પણ પક્ષ બનાવવામાં આવે. આ અરજી પર સોમવારે મુખ્ય ન્યાયાધીન વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી કરિયાની પીઠ દ્વારા નાથના અધિકૃત આવાસ પર ઑનલાઈન રીતે સુનાવણી થશે.
રાજ્યમાં 5400 નવા કેસ, 54ના મોત
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આરોગ્ય મંત્રાલય તરફથી રવિવારે જાહેર કરેલ રિપોર્ટ અનુસાર રાજ્યમાં એક દિવસમાં 5400 નવા દર્દી સામે આવ્યા જ્યારે 54 દર્દીઓના આ દરમિયાન મોત થઈ ગયા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે કહ્યુ કે કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો છતાં રાજ્ય સરકાર લૉકડાઉન લગાવવાના પક્ષમાં નથી કારણકે તે ગરીબો પર આના પ્રભાવ પર વિચાર કરી રહી છે. જો કે તેમણે ગામો કે શહેરોમાં બજાર સંઘો દ્વારા સ્થાનિક સ્તરે સ્વૈચ્છિક રીતે લૉકડાઉન કરવાનુ સ્વાગત કર્યુ. રૂપાણીએ કહ્યુ કે રાજ્ય સરકાર ગરીબ લોકોની સમસ્યાઓને જોતા રાજ્યમાં લૉકડાઉન લગાવવા માટે તૈયાર નથી. અમે લોકોને બિનજરૂરી અવરજવર રોકવા માટે પહેલા જ એક દિવસમાં 10 કલાક માટે કર્ફ્યુ લગાવી દીધો છે.












Click it and Unblock the Notifications
