Gujarat heat wave : રાજ્યમાં વધતી ગરમીના કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકશે, શિક્ષણ વિભાગે આદેશ કર્યો

Gujarat heat wave : રાજ્યમાં સતત વધી રહેલી ગરમી અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાપમાન વધવાની આગાહી વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પગલાં લીધા છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયાને માહિતી આપી હતી કે હવે શાળાઓના સમય માટે શાળાઓને પોતાનું નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે.

Gujarat heat wave

શિક્ષણ વિભાગે સ્પષ્ટ આદેશ કર્યો છે કે શાળાઓ તેમની જગ્યાની હવામાન પરિસ્થિતિને આધારે શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકે છે. આ સિવાય ઉનાળાની ગરમીને ધ્યાને લઈને બપોરના સમયમાં કોઇપણ પ્રકારની ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ ન કરાવવામાં આવે.

શિક્ષણ વિભાગે આદેશમાં ઓપન-એર ક્લાસ તેમજ કોઈ પણ પ્રકારની ખુલ્લી જગ્યામાં ચલાવતી પ્રવૃતિઓ કરવા કહ્યું છે અને સવારની પાર્થના બાદ વિદ્યાર્થીઓને બહાર ન લઇ જવાની સુચના અપાઈ છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તાપમાન વધુમાં વધુ વધવાની આગાહી આપવામાં આવી છે. તેથી શિક્ષણ વિભાગે શાળાઓને એ પણ સૂચવ્યું છે કે વિદ્યાર્થીઓને હિટવેવના ખતરાઓ વિશે જાગૃત કરાય. ગરમ હવામાનમાં કેવી રીતે સ્વસ્થ રહેવું તેની માહિતી આપવી અને ટોપી, પાણીની બોટલ જેવી વ્યવસ્થાઓ સાથે શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરાય.

જણાવી દઈએ કે, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 9 એપ્રિલ સુધી વિવિધ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X