Gujarat Rain : ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ એલર્ટ પર
Gujarat Rain : હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આવતીકાલથી (27 સપ્ટેમ્બર) આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાના કારણે રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે, ગુજરાતના વાતાવરણમાં ગાજવીજ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
અમદાવાદમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે. 29 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
