Gujarat Rain : ગુજરાતમાં મેઘાડંબર જોવા મળશે, આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain : ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર, રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 25 જુલાઈથી વરસાદનું જોર વધશે.
ખાસ કરીને 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

27 જુલાઈ
ઓરેન્જ એલર્ટ : પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર.
યલો એલર્ટ : રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર.
28 જુલાઈ
ઓરેન્જ એલર્ટ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા.
યલો એલર્ટ : મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા; દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ; સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી; કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર; પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા.
ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
