ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં હવામાન ફરી એકવાર પલટાવા જઇ રહ્યું છે. જાણકાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ વધુ ઉગ્ર બની શકે છે.
હાલમાં એક સાથે ત્રણ જેટલી અલગ અલગ સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે, જે આગામી દિવસોમાં મેઘરાજાને આમંત્રણ આપી રહી છે.

તેમના જણાવ્યા અનુસાર, 21 જુલાઇ પછી ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. તેમાં ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનો અંદાજ છે.
અનુમાન મુજબ, રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 26 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો માટે ચેતવણીરૂપ હવામાન હોઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક એટલે કે આવતીકાલથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખેતી, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી સ્થાનિક પ્રશાસને જરૂરી પૂર્વસાવચેતી રાખવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
