તમામ વાલીઓ માટે સારા સમાચાર, શાળ નહીં કરી શકે મનમાની

Posted By:
Subscribe to Oneindia News

જે ચુકાદાની ગુજરાતના વાલીઓ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. તે ચુકાદો હવે આવી ગયો છે. 9 મહિના પછી હાઇકોર્ટે વાલીઓ અને ખાનગી શાળાના લાંબા સમયથી અટવાયેલા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેના લીધે ગુજરાતભરના વાલીઓના ચહેરા પર ખુશી છવાઇ ગઇ છે. સાથે જ ખાનગી શાળામાં ફીના નામે ચાલી રહેલી ખૂલી છૂટ પર પણ લગામ લાગી છે. ગુજરાત હાઇકોર્ટે શાળા સંચોલકોની સ્ટેની માંગણી ફગાવી દીધી છે. અને 2018થી ફી નિયમન એક્ટ લાગુ કરવાની વાત પર માંગ કરી છે.

gujarat high court

નોંધનીય છે કે બેફામ વસૂલાતી ફી મામલે વાલીઓના રોષ પછી રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોમાં ફી નિયંત્રણ કરતા ફી નિયમન કાયદો રજૂ કર્યો હતો. તેની વિસંગતતાને પડકારતા ખાનગી શાળાના સંચોલકોએ હાઇકોર્ટમાં અરજી કરી સ્ટેની માંગણી કરી હતી. કોર્ટે આ મામલે ચુકાદો આપી સ્ટેની માંગણી ફગાવી દીધી છે. સાથે જ સ્કૂલ ફી નિયમન કાયદો યોગ્ય હોવાનું જણાવી તેને વર્ષ 2018થી લાગુ કરવાની માંગણી કરી છે. આ કાયદા મુજબ આ કાયદાને ભંગ કરનાર શાળાની શૈક્ષણિક માન્યતા રદ્દ થવાથી લઇને પ્રથમ વારે 5 લાખ રૂપિયાના દંડની વાત પણ ઉલ્લેખવામાં આવી છે. આ બાદ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડસમાએ આ નિર્ણયને ઐતહાસિક દિવસ ગણાવી, ચુકાદાને આવકાર્યો છે. સાથે જ વાલીઓએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે.

English summary
Gujarat High Court important verdict on School fee. Read here with more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.