For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સજાને પડકારતી અરજી રદ્દ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 7 વર્ષની સજાને પડકારતી એક અપરાધીની અપીલ ફગાવી દેવાની વિનંતી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. અપરાધીએ કોર્ટને જણાવ્યું હતું કે, તે ખુશીથી તેની બાકીની સજા ભોગવશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા 7 વર્ષની સજાને પડકારતી એક અપરાધીની અપીલ ફગાવી દેવાની વિનંતી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. અપરાધીએ કોર્ટને જણાવ્યું હતું કે, તે ખુશીથી તેની બાકીની સજા ભોગવશે. ડિવિઝન બેચે તેનું પ્રતિનિધિત્વ કરવા માટે વકીલની નિમણૂક કરી હતી.

ગત મહિને હાઈકોર્ટની ખંડપીઠની ઘણી સમજાવટ બાદ દર્શન પરમાર પોતાનો કેસ ચાલુ રાખવા માટે સંમત થયા ન હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમને કાનૂની સહાયતા સેવામાંથી વકીલ નથી લેવા માંગતા. તેમને લાંબા સમયથી ચાલતી ન્યાય પ્રક્રિયાથી કંટાળી ગયા છે. તેમના વકીલે છેલ્લી કેટલીક સુનાવણીમાં કોર્ટમાં હાજર રહેવાનું પણ બંધ કરી દીધું હતું.

Gujarat High Court

ન્યાયાધીશોએ દોષિતની તેના કેસને બરતરફ કરવાની અતાર્કિક માંગણી પર ધ્યાન ન આપવાનું નક્કી કર્યું હતું. જેમાં અન્ય દોષિતો પણ શામેલ છે, અને પરમારને રજૂ કરવા એડવોકેટ હાર્દિક એચ. દવેની નિમણૂક કરી હતી.

દર્શન પરમાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેની સજા ભોગવી રહ્યા છે. તેની સાથે અન્ય બે દોષિતો સાથે લોકોને હાનિ પહોંચાડવાનો અને તોફાનના ગુનામાં સજા ભોગવી રહ્યા છે.

આ ગુનો વર્ષ 2015માં કરવામાં આવ્યો હતો અને દર્શન પરમારને વર્ષ 2019માં કોર્ટે સજા ફટકારી હતી. દર્શન છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે અને તેની સજા પૂર્ણ થવામાં અઢી વર્ષ બાકી છે.

English summary
The Gujarat High Court had refused to accept the plea of an offender challenging the 7-year sentence. The offender told the court he would gladly serve the rest of his sentence. The Division Batch appointed a lawyer to represent it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X