ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટની પોલીસને ટકોર: સરકારી ગાડીઓ, કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડક કાર્યવાહી કરો
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન બિસ્માર રસ્તાઓ, રોંગ સાઈડમાં વાહન ચલાવનાર અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. કોર્ટે ટ્રાફિક મુદ્દે પોલીસને ટકોર કરતાં કહ્યું હતું કે, ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર પકડાય તો પણ કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો.

ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે એક નવી મુહિમ
Gujarat News: હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે યોજાયેલી સુનાવણીમાં કોર્ટે પોલીસને ટકોર કરી હતી કે, ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. કોઈ ઓળખાણ આપીને બચી ના જાય તેનું ધ્યાન રાખો. કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર હોય અને પકડાય તો પણ તેની સામે કાર્યવાહી કરો. પોલીસ ટ્રાફિકની સમસ્યાને ગંભીરતાથી લે. કોઈ અધિકારીની ગાડી ટ્રાફિકનો ભંગ કરે તો છોડશો નહીં.
કોર્ટે પોલીસને કહ્યું હતું કે, કોઈપણ નાગરિકને ટ્રાફિકના નિયમ ભંગમાં VVIP ટ્રિટમેન્ટ આપવાની જરૂર નથી. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ છે તે બાબત પોલીસ ગંભીરતાથી લે. હાઈકોર્ટ કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો પણ તેમની સામે એક્શન લેવા કોર્ટે પોલીસને ટકોર કરી હતી. આ ઉપરાંત પોલીસને હાઈકોર્ટે કડક કાર્યવાહી કરી પ્રોગેસ રિપોર્ટ સોંપવા પણ ટકોર કરી હતી.
હાઇકોર્ટે આ મુદ્દે આગામી સુનાવણી બુધવાર, 30 જુલાઈ 2025ના રોજ હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
