ગુજરાત હાઇકોર્ટને 3 નવા જજ મળશે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આ નામોની ભલામણ કરી
ગુજરાત હાઈકોર્ટને 3 નવા જજ મળવા જઈ રહ્યાં છે. આ મામલે જજોના નામ સુચવતી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નામોની ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના નવા જજ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર ,ડીએન રે, અને મૌલિક જીતેન્દ્ર શેલતના નામો સુચવ્યા છે. રાષ્ટ્રપતિ નામ જાહેર કરે તમામ જજ પદ સંભાળશે.

ડીએન રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે અને સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેનના ભાઈ છે. મૌલિક શેલત ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે. તેણીની 23 જુલાઈ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીસ તરીકે નિમણૂક કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બનાવાયા હતા. આ અગાઉ તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા.












Click it and Unblock the Notifications
