ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ, કોંગ્રેસ નેતાના દીકરા સહિત 20 પકડાયા

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સાંતેજ પાસે શ્રમદીપ ફાર્મ હાઉસ પર પોલિસની રેડ પડી. વાંચો વિગત.

ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સાંતેજ પાસે શ્રમદીપ ફાર્મ હાઉસ પર પોલિસની રેડ પડી. અહીં અમદાવાદ શહેરના કોંગ્રેસ અધ્યક્ષ શશિકાંત પટેલના દીકરા દેવ પટેલ સહિત લગભગ બે ડઝન યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. મોંઘી-મોંઘી દારૂની બોટલો તેમજ અન્ય ખાદ્ય પદાર્થો ઉપરાંત યુવકોએ ઘણા પ્રકારની વસ્તુઓ મંગાવી હતી. બર્થડે પાર્ટીના નામે એકઠા થયેલા લોકોએ દારૂની પાર્ટી કરી. ગુપ્ત સૂચના મળતા પોલિસની રેડ પડી. પોલિસ આવતા જ ભાગદોડ મચી ગઈ. ઘટના સ્થળેથી પોલિસે 20 લોકોને પકડ્યા. પોલિસે જણાવ્યુ કે આ દારૂની મહેફિલ ગૌરાંગભાઈ દેસાઈ(19)નો જન્મદિવસ મનાવવાના બહાને કરવામાં આવી હતી.

હાઈપ્રોફાઈલ મહેફિલ પર પોલિસની રેડ

હાઈપ્રોફાઈલ મહેફિલ પર પોલિસની રેડ

ઘટના સ્થળેથી પોલિસે ઘણી બધી ગાડીઓ કબ્જામાં લીધી. કુલ મળીને 90 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા બધા લોકો દારૂના નશામાં ટલ્લી હતા. તેમની પાસેથી દારૂની ખેપ પણ જપ્ત કરવામાં આવી. વળી, આરોપીઓના ફોટા જારી કરીને પોલિસે તેમની ઓળખ બહાર પાડી છે. પૂછપરછમાં સામે આવ્યુ કે આ લોકો માનસ દેસાઈની બર્થડે પાર્ટીના નામે અહીં ભેગા થયા હતા. માનસ ગૌરાંગભાઈ દેસાઈ માત્ર 19 વર્ષનો થયો છે પરંતુ તેણે જ અહીં દારૂ પ્રતિબંધની ધજિયા ઉડાની દીધી. આ હાઈપ્રોફાઈલ મહેફિલના પકડાવાના સમાચારથી ગુજરતામાં ફરીથી એક વાર દારૂબંધી પર સવાલ ઉઠવા લાગ્યા છે.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના ભાઈ પણ પકડાયા

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના ભાઈ પણ પકડાયા

માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ભાઈ પણ થોડા દિવસો અગાઉ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. વલસાડમાં પોલિસે કોંગ્રેસ અધ્યક્ષના ભાઈને દારૂ પીતા રંગેહાથ પકડ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ભાઈ ઉપરાંત તેમના એક સાથીને પણ ડુંગરી પોલિસે પકડ્યા હતા. હવે ગાંધીનગરમાં દારૂ પીતા 20 લોકોને પકડવામાં આવ્યા તો ભાજપ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતાઓના બાળકો ક્યારેક પોતાના પિતાના ઈશારે ચોરી કરતા પકડાય છે અને ક્યારેક પાર્ટીઓમાં દારૂ પીતા પકડાય છે.

આરોપીઓના નામ

આરોપીઓના નામ

માનસ ગૌરાંગભાઈ દેસાઈ(19), આદિત્ય જગત પંચાલ(20), હોસ્ટ સંદીપ પટેલ(19) યુગ તેજ રાજપુરોહિત(20), જય તપનભાઈ પટેલ(19), દેવ શશિકાંત પટેલ(21), રામ અમરભાઈ પટેલ(19), તિલક દર્શન લાખાણી(19), વંશી પ્રશાંત શાહ(19), હર્ષિત વિપુલભાઈ શેલ્ડિયા(19),અભિષેક રાકેશભાઈ પટેલ(20), તીર્થ સુખદેવભાઈ પટેલ(20), ખુશમા ઉમેશભાઈ પટેલ(19), દુલાર રાજેશભાઈ પટેલ(19), શુભ જનક પંચોલી(19) તીર્થ નરેશભાઈ પટેલ(21), આદિત્ય નીતિશભાઈ ગાંધી(21), આર્યમાન રાકેશભાઈ પટેલ(18), જય સુકેશભાઈ સરકાર(19), કાવન મિકેશભાઈ પટેલ(19).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X