ગુજરાત હાઇકોર્ટે સોહરાબુદ્દીન કેસના પેપર્સ મુંબઇ મોકલ્યા

આ અંગે ખાસ સીબીઆઇ ફરિયાદી (પ્રોસિક્યુટર) એજાઝ ખાને જણાવ્યું છે કે સોહરાબુદ્દીન કેસના કાગળો મોકલાવી દેવામાં આવ્યા છે. કાગળ બુધવારે મુંબઇ પહોંચી જશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અરજીને પગલે 27 સપ્ટેમ્બરે કેસને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો.
સીબીઆઇએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેસ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે ચલાવી શકાય એમ નથી કારણ કે સાક્ષીઓને ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. સીબીઆઇએ એવો આરોપ પણ મૂક્યો હતો કે પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ સમગ્ર ષડયંત્રના સૂત્રધાર છે.
સીબીઆઇએ સોહરાબુદ્દીન કેસની સાથે તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસને પણ ખસેડવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સોહરાબુદ્દીન કેસમાં અગાઉથી જ રેકોર્ડ મોકલી આપ્યા છે. બીજી તરફ પ્રજાપતિ કેસમાં પોલીસ અધિકારીઓની વિરુધ્ધ દાખલ કરવામા આવેલા આરોપ પત્રને ગુજરાતમાં વિશેષ અદાલત સમક્ષ રજી કરવાના પગલે લંબાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
