For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : કોંગ્રેસમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા સૌથી વધારે ધારાસભ્યો

|
Google Oneindia Gujarati News

Gujarat : highest criminal background MLA in Congress
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણીનો જંગ છેડાયો છે. દર ચૂંટણીઓમાં પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડાવી ધારાસભ્ય બનાવવાની વાત કરે છે. છતાં, રાજકીય પક્ષો બાહુબલી અથવા તો ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોને ટિકીટ આપવાનું અટકાવી શકતી નથી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. વર્ષ 2007ની વાત કરીએ તો 182 બેઠકોમાંથી 44 બેઠકોના પ્રતિનિધિઓ સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે.

વર્ષ 2007માં ચૂંટાઇ આવેલા ધારાસભ્યોએ ભારતના ચૂંટણી પંચ અને ગુજરાતના સીઇઓ સમક્ષ નોંધાવેલા સોગંદનામાનું વિશ્વેષણ દર્શાવે છે કે ગુજરાતના 182માંથી 44 એટલે કે 24 ટકા ધારાસભ્યો સામે ગુનાના કેસ નોંધાયેલા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કેટલા ધારાસભ્યો ગુનાહિત છબી ધરાવતા હશે એ આવનારો સમય બતાવશે.

ગુજરાતમાં ગુનાહિત છબી ધરાવતા ધારાસભ્યોમાં ભાજપના 121 ધારસભ્યોમાંથી 23 સામે એટલે કે 19 ટકા ધારાસભ્યો સામે કેસ નોંધાયેલા છે. જ્યારે કોંગ્રેસના 55માંથી 20 એટલે કે 36 ટકા ધારાસભ્યો સામે કેસ નોંધાયેલા છે. જ્યારે અપક્ષોમાં બેમાંથી એક સામે એટલે કે 50 ટકા સામે કેસ નોંધાયેલો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં તમામ પક્ષોમાં સૌથી વધારે ગુનાહિત ધારાસભ્યો કોંગ્રેસમાં છે. બીજા ક્રમે ભાજપ આવે છે.

ચૂંટણી સંબંધિત પ્રક્રિયા પર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા મેળવવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતના ગનાહિત છબી ધરાવતા 44 ધારાસભ્યોમાંથી 16 ધારાસભ્યો સામે ગંભીર ગુના એટલે કે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ, જબરદસ્તી વસૂલી વગેરે જેવા કેસો નોંધાયેલા છે. તેમાંથી ભાજપના 7 અને કોંગ્રેસના 7 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

ચૂંટણી 2007માં ગંભીર આરોપો ધરાવતા ગુજરાતના ટોપ 10 MLA

1.
નામ : ભગવાનભાઇ ડી બારડ
જિલ્લો : જૂનાગઢ
બેઠક : તલાલા
પાર્ટી : કોંગ્રેસ
કુલ કેસ : 6
ગંભીર કેસ : 6
અન્ય આઇપીસી કેસ : 21

2.
નામ : સ્વ. અશોક સી ભટ્ટ
જિલ્લો : અમદાવાદ
બેઠક : ખાડિયા
પાર્ટી : ભાજપ
કુલ કેસ : 2
ગંભીર કેસ : 5
અન્ય આઇપીસી કેસ : 13

3.
નામ : જેઠાભાઇ જી આહિર
જિલ્લો :પંચમહાલ
બેઠક : શેહરા
પાર્ટી : ભાજપ
કુલ કેસ : 1
ગંભીર કેસ : 3
અન્ય આઇપીસી કેસ : 11

4.
નામ : વિઠ્ઠલ એચ રાદડિયા
જિલ્લો :રાજકોટ
બેઠક : ધોરાજી
પાર્ટી : કોંગ્રેસ
કુલ કેસ : 16
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 46

5.
નામ : શંકરભાઇ એલ પટેલ (ચૌધરી)
જિલ્લો :પાટણ
બેઠક : રાધનપુર
પાર્ટી : ભાજપ
કુલ કેસ : 7
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 35

6.
નામ : રાઘવજી એચ મુંગરા (પટેલ)
જિલ્લો : જામનગર
બેઠક : જોડિયા
પાર્ટી : કોંગ્રેસ
કુલ કેસ : 5
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 16

7.
નામ : કરસનભાઇ ડી ઓડેદરા
જિલ્લો :પોરબંદર
બેઠક : કુતિયાણા
પાર્ટી : ભાજપ
કુલ કેસ : 3
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 12

8.
નામ : પુરુષોત્તમભાઇ એ સોલંકી
જિલ્લો :ભાવનગર
બેઠક : ઘોઘા
પાર્ટી : ભાજપ
કુલ કેસ : 3
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 14

9.
નામ : કાલુભાઇ સી રાઠોડ
જિલ્લો :જૂનાગઢ
બેઠક : ઉના
પાર્ટી : ભાજપ
કુલ કેસ : 2
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 12

10.
નામ : બાબુભાઇ એમ ગડા (શાહ)
જિલ્લો :કચ્છ
બેઠક : રાપર
પાર્ટી : કોંગ્રેસ
કુલ કેસ : 1
ગંભીર કેસ : 2
અન્ય આઇપીસી કેસ : 6

English summary
Gujarat : highest criminal background MLA in Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X