GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યાં સાત એવૉર્ડ
ગુજરાત સરકારના પારદર્શક વહીવટ બદલ રાજ્યને સાત એવૉર્ડ સાથે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT) વિભાગ દ્વારા આયોજિત 'ક્રેતા-વિક્રેતા ગૌરવ સન્માન સમારોહ-૨૦૨૩' અંતર્ગત રાજ્ય સરકારને DPIIT દ્વારા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્લેટિનમ કેટેગરીમાં એક, ગોલ્ડમાં ત્રણ અને સિલ્વર કેટેગરીમાં ત્રણ એમ કુલ ૭ એવૉર્ડ એનાયત કરાયાં છે, જે રાજ્ય સરકારની જાહેર ખરીદીમાં પારદર્શિતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ વિશેષ સન્માન બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ GeM અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને તેમના નોંધપાત્ર યોગદાન માટે અભિનંદન આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો ભારતની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફની યાત્રાને મજબૂત બનાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા જાહેર ખરીદી માટે વિવિધ કેટેગરીમાં ગુજરાતને વિજેતા તરીકે પસંદ થતા જોઈને મને આનંદ થાય છે. આ પુરસ્કારો પારદર્શક અને ખર્ચ-અસરકારક જાહેર ખરીદી પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટેની તેની સફળ નીતિઓનું પ્રતિબિંબ છે.
ગુજરાત સરકારને નીચે મુજબના વિશિષ્ટ પુરસ્કારોથી સન્માન પ્રાપ્ત થયું છે -
પ્લેટિનમ એવૉર્ડ
૧. મહિલા સાહસિકો માટે કુલ વેપારી મૂલ્ય (૬૯૭ કરોડ)
ગોલ્ડ એવૉર્ડ્સ
૧. ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ (GMV) થી મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (MSEs) (૩૧૯૫.૪ કરોડ)
૨. સૌથી વધુ સર્વિસીસ પ્રોક્યોરમેન્ટ (૨૧૫૧.૩ કરોડ)
3. કુલ ઓર્ડર મૂલ્ય (૭૯૬૩.૮ કરોડ)
સિલ્વર એવોર્ડ્સ
૧. ઓર્ડરની સૌથી વધુ સંખ્યા (૨,૯૯,૭૧૮)
૨. ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ (GMV) થી સ્ટાર્ટઅપ (૨૧૮ કરોડ)
૩. શ્રેષ્ઠ જોડાણ (ટ્રાન્ઝેક્શન કરનારા ખરીદદારોની સૌથી વધુ સંખ્યા-૯૫૫૩)
આ સિવાય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ દેશના જાહેર ખરીદીના ક્ષેત્રમાં પરિવર્તનકારી બદલાવ માટે GeM પુરસ્કારો મેળવનારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, GeMના વધતા ઉપયોગને કારણે દેશના કરદાતાઓના નાણાંની બચત થઈ છે, જે જનકલ્યાણ માટેની યોજનાઓના વધુ સારા ઉપયોગમાં પરિણમ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા માલ અને સેવાઓની ઑનલાઇન ખરીદી માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ (GeM) પોર્ટલ તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ GeMએ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં આશ્ચર્યજનક રૂ. બે લાખ કરોડ ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ (GMV) નોંધાવી હતી.
સંચિત રીતે, GeM તેના હિતધારકોના જબરજસ્ત સમર્થન સાથે, તેની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં રૂ. ૪.૨૯ લાખ કરોડના GMVને વટાવી ગયું છે. GeM પર કુલ વ્યવહારોની સંખ્યા પણ ૧.૫૪ કરોડને વટાવી ગઈ છે. GeM ૬૯,૦૦૦થી વધુ સરકારી ખરીદદાર સંસ્થાઓની વિવિધ ખરીદી અંગેની જરૂરિયાતો પૂરી કરે છે. આ પોર્ટલ ૧૧,૮૦૦થી વધુ પ્રોડક્ટ કેટેગરી તેમજ ૨૮૦થી વધુ સર્વિસ કેટેગરી ધરાવે છે. વિવિધ અભ્યાસોના આધારે, પ્લેટફોર્મ પર લઘુત્તમ બચત લગભગ ૧૦ ટકા છે, જે આશરે રૂ. ૪૦,૦૦૦ કરોડના મૂલ્યના જાહેર નાણાંની બચત કરે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
