ગુજરાત હાઉસીંગ બોર્ડની 100 ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા વધારાઈ!

રાજ્ય સરકારે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં ૭ જાન્યુઆરી ર૦ર૩ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર : રાજ્ય સરકારે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં ૭ જાન્યુઆરી ર૦ર૩ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં અગાઉ તારીખ ૧૩ જૂલાઈ ર૦રર થી ૯૦ દિવસ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફીનો ૧૦,પ૮૩ લાભાર્થીઓએ લીધો હતો.

Gujarat Housing Board

વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારે બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજનાની મુદત ૭ જાન્યુઆરી ર૦ર૩ સુધી લંબાવી છે. આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલના ગુજરાત રાજ્યમાં આવેલી જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને લાભ મળી શકશે.

આ સિવાય સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X