ગુજરાત: LS ચૂંટણીમાં આ કારણોથી જાતિવાદી પરિબળો હાવી નહીં બને

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 એપ્રિલ : રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતમાં જાતિવાદી પરિબળો અસર નહીં કરે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જાતિવાદી સમીકરણોની અસર દેખાવાની શક્‍યતા ઓછી દેખાઈ રહી છે તેનું મુખ્ય કારણ શહેરીકરણના પરિણામ સ્‍વરૂપે બદલાયેલું જાતિવાદી સમીકરણ છે. આમ થવાથી મોટા ભાગના વિસ્તારોમાં જાતિવાદની સ્‍થિતિ ખતમ થઈ રહી છે.

પાછલી અસરો અંગે વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2009માં જે રીતે સ્‍થિતિ રહી હતી તેવી જ રીતે આ વખતે પણ ચિત્ર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલા રાજ્યના ગ્રોથના કારણે ગુજરાતમાં મતદારો પાર્ટીની પસંદગી કરે છે. વેપારી પ્રજા મોટાભાગે જાતિને મહત્‍વ આપતી નથી. જુદા જુદા વિસ્‍તારોમાં જુદા જુદા સમુદાયના લોકોનું પ્રભુત્‍વ રહેલું છે પરંતુ જાતિ સમીકરણોની અસર દેખાતી નથી.

વર્ષ 2009ની ચૂંટણીમાં કેટલીક લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપને આની અસર ચોક્કસપણે થઈ હતી. ખાસ કરીને લેઉવા અને કડવા પાટીદાર વચ્‍ચે મહત્‍વપૂર્ણ મતદારો રહેલા છે. આ મતદારો ઘણી બેઠકો ઉપર પરિણામ નક્કી કરે છે.

2009માં કયા પરિબળોની અસર

2009માં કયા પરિબળોની અસર

લોકસભા ચૂંટણી 2009માં ગુજરાતમાં અન્‍ય જે પરિબળોની અસર થઈ હતી તેમાં કોમવાદી એકત્રીકરણની ગેરહાજરી હતી. ભાજપે નરેન્‍દ્ર મોદીને પ્રોજેક્‍ટ કરીને ભારે લોકપ્રિયતા મેળવી હતી. જો કે વડાપ્રધાન પદના હોદ્દાને લઈને કોઈપણ ચિત્ર સ્‍પષ્ટ ન હતું. જાતિની ભૂમિકાની વાત કરવામાં આવે તો પાટીદારથી વિશ્વસનીય સમર્થન ભાજપને મળતું રહ્યું છે.

જાતિવાદી સમીકરણો સંવેદનશીલ

જાતિવાદી સમીકરણો સંવેદનશીલ

વર્ષ 1990માં રાજ્‍યમાં સત્તા ઉપર આવેલી ભાજપને પાટીદારનો મજબૂત ટેકો રહ્યો છે. ગુજરાતમાં જાતી સમીકરણો સંવેદનશીલ ચોક્કસપણે છે. જુદા જુદા વિસ્‍તારોમાં જુદા જુદા સમુદાયનો લોકોનો પ્રભાવ રહેલો છે. સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતમાં લેઉવા પટેલનું વર્ચસ્‍વ રહેલું છે, જ્‍યારે મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં મુસ્‍લિમો પણ મહત્‍વપૂર્ણ વર્ગ તરીકે છે.

અભ્યાસ શું કહે છે?

અભ્યાસ શું કહે છે?

જાતિવાદી સમીકરણો અંગે નેશનલ ઇલેક્‍શન સ્‍ટડીમાં જણાવવામાં આવ્‍યું છે કે ભાજપ આશરે 80 ટકા બ્રાહ્મણ અને આશરે 60 ટકા ઓબીસીનો પણ ટેકો ધરાવે છે. આવી જ રીતે કોંગ્રેસમાં લેઉવા પટેલનો ટેકો રહેલો છે. ક્ષત્રિય લોકો પણ કોંગ્રેસને ટેકો આપે છે.

મતોમાં જાતિવાદી સમીકરણનું પ્રતિબિંબ

મતોમાં જાતિવાદી સમીકરણનું પ્રતિબિંબ

વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 37 ટકા મત ક્ષત્રિયના મળ્‍યા હતા પરંતુ 2009ની લોકસભા ચૂંટણીમાં આ ટકાવારી વધીને 50 ટકા થઈ ગઈ હતી. 2009ની ચૂંટણીમાં ક્ષત્રિય, આદિવાસીઓ અને મુસ્‍લિમ સમુદાયના લોકો કોંગ્રેસની સાથે રહ્યા હતા.

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

લેઉવા પટેલ - સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાત

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કડવા પટેલ - ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રના ભાગ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

ઠાકોર - ઉત્તર અને મધ્‍ય ગુજરાત

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

એસટી - સમગ્ર પૂર્વીય પટ્ટા

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કોરી અને દરબાર - સૌરાષ્‍ટ્ર અને મધ્‍ય ગુજરાત

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

કયા વિસ્‍તારમાં કઈ જાતિનું પ્રભુત્‍વ

મુસ્‍લિમ - મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના વિસ્‍તાર

English summary
Political experts says that Gujarat is not affected by casteism in Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X