For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે ગુજરાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જાન્યુઆરી: મહાત્મા ગાંધીની દક્ષિણી આફ્રિકાથી સ્વદેશ વાપસીને સો વર્ષ થવાના અવસર પર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ઉજવવામાં આવી રહેલા પ્રવાસી ભારતીય દિવસની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આવતીકાલથી પ્રવાસી ભારતીય દિવસ શરૂ થશે જેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભાગ લેશે.

તેનો આગાજ ગાંધીનગરના મહાત્મા મંદિરથી થશે. ગાંધીનગરના મહાત્મા મંદિરને શણગારવાનું કામ પુરૂ થઇ ગયું છે. અહીં સભાખંડોમાં ત્રણ દિવસ સુધી દેશ-વિદેશથી આવેલા મહેમાનોને ભારતમાં રોકાણની અપીલ કરવામાં આવશે. પ્રથમ દિવસ યુવાનોના નામે હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 જાન્યુઆરીના રોજ આ આયોજનમાં ભાગ લેશે.

vibrant-7

પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સુરક્ષાને લઇને રાજ્ય સરકાર ખૂબ સર્તક થઇ ગઇ છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ચૂક ના રહે તેના માટે ગાંધીનગરમાં ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી, બીએસએફ, એરફોર્સ અને ગુજરાતની મરીન પોલીસનું જોઇન્ટ કંટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

mahatma-mandir

ગાંધીનગર જ નહી રાજ્યના બધા મુખ્ય સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવાની સાથે હાઇ એલર્ટ પર રહેવાના નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. પોરબંદરની ઘટના બાદ હવે ડ્રોનના માધ્યમથી નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સોમવારથી જ બધા છ હજાર સુરક્ષાકર્મીઓએ પોતાની સ્થિતિ સંભાળી લીધી છે.

English summary
Gujarat is ready to Welcome Tourists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X