For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સ્વાતંત્ર્ય આપવામાં ગુજરાત રાજ્ય મોખરે

|
Google Oneindia Gujarati News

gujarat-map
ગાંધીનગર, 7 નવેમ્બર : હોંગકોંગની સંસ્થા ફ્રિડરિચ-નૌમન સ્ટિફ્ટંગ સાથે મળીને સેન્ટર ફોર ગ્લૉબલ લિબર્ટી એન્ડ પ્રોસ્પરિટી, કેટો ઇન્સ્ટિટ્યુટ દ્વારા બુધવારે, 7 નવેમ્બર, 2012ના રોજ જાહેર કરવામાં આવેલા 'ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા 2012' રિપોર્ટમાં ગુજરાત રાજ્યને આર્થિક સ્વાતંત્ર્યની દ્રષ્ટિએ દેશમાં ટોચ ઉપર હોવાનું કહેવામાં આવ્યું છે.

આ રિપોર્ટ ફ્રાસક ઇન્સ્ટિટ્યુટની ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ એન્યુઅલ રિપોર્ટ્સની સંશોધન પધ્ધતિને આધારે ભારતના 20 અગ્રણી રાજ્યોનો વર્ષ 2011નો ડેટા મેળવીને કરવામાં આવ્યો હતો.

ભારતના 20 મોટા રાજ્યોની સરકારોના કદનું વિશ્લેષણ કરતા રિપોર્ટ તૈયાર કરનારા વિશ્લેષકો વિવેક દેવરૉય અને લાવીશ ભંડારીએ રિપોર્ટમાં લખ્યું છે કે "વર્ષ 2000 બાદ ગુજરાતની સાફલ્યગાથા સૌ કોઇ જાણે છે. રાજ્યએ કૃષિ, સામાજિક કલ્યાણની યોજનાઓ અને જળ સ્રોત વ્યવસ્થાપનમાં મોટી સફળતા મેળવી છે. આ તમામ સફળતા સરકારનું કદ વધાર્યા વિના મેળવવામાં આવી છે."

Economic Freedom of Indian States: Index scores and ranking, 2009 and 2011

2011 rank 2009 rank 2011 score 2009 score

Gujarat 1 2 00.64 00.57
________________________________________
Tamil Nadu 2 1 00.57 00.59
________________________________________
Madhya Pradesh 3 6 00.56 00.42
________________________________________
Haryana 4 4 00.55 00.47
________________________________________
H P 5 5 00.52 00.43
________________________________________
Andhra Pradesh 6 3 00.51 00.51
________________________________________
Jammu & Kashmir 7 8 00.46 00.38
________________________________________
Rajasthan 8 7 00.43 00.40
________________________________________
Karnataka 9 13 00.42 00.34
________________________________________
Kerala 10 10 00.42 00.36
________________________________________
Chhattisgarh 11 15 00.41 00.33
________________________________________
Punjab 12 12 00.39 00.36
________________________________________
Maharashtra 13 10 00.39 00.36
________________________________________
Uttarakhand 14 19 00.38 00.26
________________________________________
Assam 15 18 00.36 00.29
________________________________________
Uttar Pradesh 16 13 00.35 00.34
________________________________________
Orissa 17 17 00.34 00.31
________________________________________
West Bengal 18 15 00.32 00.33
________________________________________
Jharkhand 19 8 00.31 00.38
________________________________________
Bihar 20 20 00.29 00.23
________________________________________

આ રિપોર્ટ તૈયાર કરતા સમયે જીવન સલામતીમાં વધારો, માળખાકીય સવલતોમાં વધારો અને શ્રમ અને વેપાર પરના નિયંત્રણ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ માપદંડોને આધારે ટોચના ત્રણ રાજ્યોમાં પ્રથમ ક્રમે ગુજરાત, દ્વિતીય ક્રમે તમિલનાડુ અને તૃતીય ક્રમે મધ્ય પ્રદેશ આવે છે. ત્યાર બાદ હરિયાણા અને હિમાચલ પ્રદેશનો નંબર આવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2005ના 0.47 રેટિંગની સામે વર્ષ 2011માં ગુજરાતે 0.64નું રેટિંગ મેળવ્યું છે. આ સુધારો કાયદાકીય અને નિયંત્રણના પરફોર્મન્સમાં સુધારાના કારણે શક્ય બન્યો છે. આ રિપોર્ટમાં 8 રોજ્યોને વર્ષ 2005 બાદ તેમના ફ્રીડમ રેંકિંગમાં ઘટાડો થયો હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.

ઇકોનોમિક ફ્રીડમ ઘટ્યું હોય તેવા રાજ્યોમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, પંજાબનો સમાવેશ થાય છે.

English summary
Gujarat is top State in economic freedom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X