For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદનું અખબારનગર સર્કલ હવે ઓળખાશે 'કિટલી સર્કલ' તરીકે!!!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ગુજરાતના સૌથી વધુ ધમધમતા શહેર અમદાવાદના એક વિસ્તારનો પત્રકારોએ નવી ઓળખ આપી હતી. આ વિસ્તારની વર્ષો જુની ઓળખને હવે નરેન્દ્ર મોદીનો વિચાર નવી ઓળખ આપશે.

અમદાવાદના અખબાર નગર વિસ્તારનું નામ અખબાર નગર એટલા માટે હતું કે એક સમયે ગુજરાત સરકારે પત્રકારોને રહેવા માટે ફ્લેટ્સ બાંધવાની વિશેષ મંજુરી આપી હતી. જેના કારણે આ વિસ્તારમાં અખબારોમાં કામ કરતા પત્રકારોની સંખ્યા વધારે હતી. આ કારણે આ વિસ્તારને અખબાર નગર એવું સૂચક નામ અપાયું હતું.

આ વિસ્તારમાં આવેલા સર્કલને અખબાર નગર સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે આ ઓળખ ઇતિહાસ બને તો નવાઇ નહીં. કારણ કે ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014માં સામાન્ય લોકોના પ્રશ્નો જાણવા અને સામાન્ય લોકો પાસેથી જ તેના નિકાલના વિચારો મેળવવા માટે શરૂ કરેલી પહેલ 'ચાય પે ચર્ચા'માંથી પ્રેરણા લઇને અહીં ગરમાગરમ ચાની કિટલીનું સ્લપ્ચર મુકવામાં આવ્યું છે.

ગુજરાતમાં અમદાવાદ શહેરના અખબાર નગર ખાતે છેલ્લા કેટલાક સમયથી વિશાળ સર્કલ પર એક મોટી ચાની કીટલીના પ્રતિક મુકવાનું આયોજન ચાલી રહ્યું હતું જે આજે પુર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લું મુકાયું છે.

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ અખબાર નગર સર્કલને સ્થાને હવે મહાકાય કિટલી જોવા મળે છે. આ કિટલી સર્કલનું લોકાર્પણ આજે 15 નવેમ્બર, 2014ના રોજ કરવામાં આવ્યું છે. તે આગામી સમયમાં વિસ્તારની નવી ઓળખ બની શકે છે.

આગળની તસવીરો ક્લિક કરીને આપ જ જણાવો કે આ 'કિટલી' અખબારનગરની નવી ઓળખ બનશે કે નહીં?

1

1

આ છે કિટલી સર્કલ

2

2

અખબારનગરની નવી ઓળખ

3

3

નરેન્દ્ર મોદીના વિચારમાંથી લીધી પ્રેરણા

4

4

આ છે જુના અખબારનગર સર્કલનો ફાઇલ ફોટો

English summary
Gujarat : Kitli cercle will be new identity of Akhbarnagar area of Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X