ગુજરાતઃ રાજ્યમાં આગામી બે દિવસ આ જગ્યાએ હળવાથી સામાન્ય વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડા થયેલા વરસાદ પછી વાતાવરણમાં પલટો આવતા અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જે બાદ હવામાન ખાતાની આગાહી અનુસાર 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. વળી, 17 અને 19 જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20-21 જૂનથી વરસાદ વધશે.

rain

હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, શુક્રવારે અમદાવાદ, આણંદ અને કચ્છમાં, શનિવારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તમને જણાવી દઈએ કે અંબાજી પંથકમાં ગઈ કાલે મોડી રાતે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં હાલમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ, ભૂજ અને ભાવનગરમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 34 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત ગણાવી છે પરંતુ ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધી ચાર જીલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X