For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મતદાન શરૂ, પીપીઈ કીટ પહેરી સીએમ રૂપાણી મતદાન કરશે

ગુજરાતમાં મતદાન શરૂ, પીપીઈ કીટ પહેરી સીએમ રૂપાણી મતદાન કરશે

|
Google Oneindia Gujarati News

કોવિડ 19થી પીડિત ગુજરાતની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના ગૃહનગર રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં બનેલા મતદાન કેન્દ્રમાં પોતાનો મત નાખશે. કોરોનાની ચપેટમાં આવેલ રૂપાણી હાલ અમદાવાદના યૂએન મેહતા હાર્ટ હોસ્પિટલમાં ઈલાજ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે વિજય રૂપાણી 14 ફેબ્રુઆરીએ વડોદરામાં એક રેલીને સંબોધિત કરતી વખતે સ્ટેજ પર જ પડી ગયા હતા. તેમને તરત જ સ્થાનિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમિચ શાહ નારણપુરાથી મતદાન કરશે

અમિચ શાહ નારણપુરાથી મતદાન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદથી મતદાન કરશે. ગુજરાત ભાજપે આ જાણકારી આપી અને નિવેદન જાહેર કરતા જણાવ્યું કે અમિત શાહ અમદાવાદ નગર નિગમ માટે નારણપુર વોર્ડમાં પોતાનો વોટ નાખશે. ગુજરાતમાં 6 કોર્પોરેશન માટે મતદાન થઈ રહ્યું છે, 23 ફેબ્રુઆરીએ પરિણામની ઘોષણા થશે.

757 સીટ માટે મતદાન

757 સીટ માટે મતદાન

અધિકારીઓએ જણાવ્યું કે કુલ 575 સીટ માટે મતદાન થશે, જેના માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ભાજપના 577, કોંગ્રેસના 566, આમ આદમી પાર્ટીના 470, રાકાંપાના 91 અને અન્ય દળોના 353 તથા 228 અપક્ષ ઉમેદવારો છે. એક ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ છ શહેરોમાં મતદાતાઓની કુલ સંખ્યા 1.14 કરોડ છે, જેમાંથી 60.60 પુરુષ અને 54.06 લાક મહિલા મતદાતા છે. તેમણે કહ્યું કે 11121 ચૂંટણી બૂથમાંથી 2255 સંવેદનશીલ છે અને 1188ને અત્યંત સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યા છે.

23 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ

23 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. મ્યૂનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામ 23 ફેબ્રુઆરીએ ઘોષિત કરાશે, જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામ 2 માર્ચે ઘોષિત કરાશે.

Gujarat Local Body Election Live: 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાનGujarat Local Body Election Live: 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકો માટે મતદાન

English summary
Voting starts in Gujarat, CM Rupani will cast his vote wearing PPE kit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X